નવી દિલ્હી: NITI આયોગના સીઇઓ અમિતાભ કાંતે મોબાઇલ ડેટા (Mobile Internet) અને કોલ માટે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવાને સમર્થન કર્યું છે. કાંતે કહ્યું કે લોનમાં ડૂબેલી ટેલીકોમ સેક્ટર માટે બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. હાલમાં ટેલીકોમ કંપનીઓ કોલ અને ડેટાના ભાવ નક્કી કરવા માટે આઝાદ છે, પરંતુ પ્રતિસ્પર્ધાના લીધે આ કંપનીઓએ રેગુલેટરી ઓથોરિટીને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ દેશમાં મોબાઇલ યૂઝર 4G ડેટાને 3.5 રૂપિયા GB પ્રમાણે ઉપયોગ કરે છે. હવે ટેલીકોમ કંપનીઓ આ ન્યૂનતમ રેટને વધારવાની માંગ કરી રહી છે. જો ટેલીકોમ કંપનીઓની વાત સ્વિકારી લેવામાં આવી તો, મોબાઇલ ઇન્ટરનેટના ભાવ 5 થી 10 ગણા વધી જશે. 


દેવામાં ડૂબેલી વોડાફોન-આઇડીયાએ ડેટાના ન્યૂનતમ મૂલ્યને 35 રૂપિયા પ્રતિ GB કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તો બીજી તરફ (Airtel) આ મૂલ્યને 30 રૂપિયા પ્રતિ GB અને રિલાયન્સ જિયો (JIO) એ તેને 20 રૂપિયા પ્રતિ GB કરવાની માંગ કરી છે. 


હાલ વોડાફોન-આઇડીયા અને એરટેલના ડેટાના દર 4 રૂપિયા પ્રતિ GB અને રિલાય જિયોના હાલના દર 3.90 રૂપિયા પ્રતિ GB છે. 


ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI) આ મામલે હલ તમામ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. જોકે કોમ્પિટિશન કમીશન ઓફ ઇન્ડીયા (CCI) એ ન્યૂનતમ મૂલ્ય નક્કી કરીને એક ડગલુ પાછળ જવાનું પગલું ગણાવ્યું છે. CCIનું કહેવું છે કે આમ કરવાથી બજાર પર ખરાબ અસર પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube