અનુરાગ શાહ: જો તમે પોતાની ઈંશ્યોરેન્સ કંપનીને તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવ્યો છે તો ઈંશ્યોરન્સ કંપની તમને પોલીસી ડોક્યૂમેંટ સાથે જોડાયેલા દાવા સાથે સંકળાયેલી જાણકારી તમારા મોબાઇલ પર અથવા વોટ્સઅપ અથવા કોલ દ્વારા આપી શકે છે. હજારો પોલીસ હોલ્ડર તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. એવામાં બધી જ વીમા કંપનીએ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) સમક્ષ આ માંગ ઉઠાવી છે કે બધી કંપનીઓ માટે મોબાઇલ નંબરને સામેલ કરવા અનિવાર્ય કરવામાં આવે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે 'ટોકન'થી થશે ઓનલાઇન ટ્રાંજેક્શન, RBI એ જાહેર કરી ગાઇડલાઇન્સ


રિલાયન્સ જનરલના સીઈઓ રાકેશ જૈનના અનુસાર જનરલ ઈંશ્યોરેંસમાં પોલિસી હોલ્ડરનો મોબાઇલ નંબર જરૂરી કરવામાં આવે તો વીમા કંપનીની સાથે પોલીસી હોલ્ડરને ખૂબ ફાયદો થશે.

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!


તેમણે ઝી બિઝનેસની સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે મોબાઇલ નંબર દ્વારા પોલિસી હોલ્ડર કંપની સાથે જોડાઇ શકશો. અને પછી પોલિસી દસ્તાવેજથી માંડીને ક્લેમ સુધી બધી જ પ્રક્રિયાની જાણકારી મોબાઇલ નંબરથી પોલીસ હોલ્ડરને આપવામાં આવશે. વોટ્સઅપ પર ઈંશ્યોરન્સ કંપની બધા ડોક્યુમેંટ મોકલી શકે છે. 


રાકેશ જૈને જણાવ્યું કે મોબાઇલ નંબરથી પોલિસી હોલ્ડરની પુષ્ટિ કરવી સરળ થઇ જાય છે. યોગ્ય મોબાઇલ નંબરથી ક્લેમ સેટલમેંટ પ્રક્રિયા સરળ થાય છે. અને જે ગ્રાહકોનો નંબર કંપની પાસે છે, તે ત્યાં સુધી કંપનીઓ સરળતાથી પહોંચ બનાવી શકે છે.