મોબાઈલ આપશે ભૂકંપનું એલર્ટ, કેન્દ્ર સરકારે ફોન કંપનીઓને 6 મહિનામાં ફીચર લાગૂ કરવા આપ્યો આદેશ
Mobile Earthquake Alert Feature: સરકારના આદેશ બાદ મોબાઈલ ફોનમાં એલર્ટ ફીચર કંપનીઓએ દરેક ફોનમાં આપવું પડશે. પછી ફોન 1,500 રૂપિયાનો હોય કે મોંઘો સ્માર્ટફોન હોય. હાલ આ ફિચર કેટલાક મોંઘા ફોનમા જ હોય છે અને તે પણ વૈકલ્પિક છે એટલે કે ઇમરજન્સી ફીચરને ઓન રાખવું કે બંધ રાખવું તે યુઝર્સ નક્કી કરે છે. પરંતુ આગામી દિવસોમાં યુઝર્સ પણ તેને બંધ કરી શકશે નહીં.
Mobile Earthquake Alert Feature: ગત મહિને દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતને ભૂકંપના જોરદાર આંચકાએ હચમચાવી દીધું હતું. સદનસીબે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું નહીં. જો કે હવે આવી આફત આવે ત્યારે તમારો મોબાઈલ ફોન એલર્ટ કરશે. કેન્દ્ર સરકારે ઇમરજન્સી એલર્ટ ફીચર ફરજિયાતપણે ફોનમાં એક્ટિવ કરવા આદેશ કર્યો છે. સરકારે આ માટે મોબાઈલ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો છે. જેમાં મોબાઈલ દુર્ઘટના આવતાની સાથે જ એલર્ટ મેસેજ શેર કરશે. આ મેસેજમાં આપત્તિની સ્થિતિ, વિસ્તાર, નામ અને તીવ્રતા પણ દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો:
Taxને લઈ સરકારનો મોટો નિર્ણય, આ લોકોએ પણ આપવો પડશે 30 % ટેક્સ, નહીં મળે હવે છૂટ
ઘર બનાવવા માટે જ નહીં રિનોવેશન માટે પણ મળે છે લોન, કરવાનું છે બસ આટલું કામ
શ્લોકા મહેતાના નેકલેસની કિંમતમાં બની શકે છે બે 'પઠાણ' મૂવી, ચોતરફ હારની ચર્ચા
આ સિસ્ટમ અમેરિકા, યુરોપ, બ્રિટન, જાપાન, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના તમામ દેશોમાં ફોનમાં લાગુ કરેલ છે. પરંતુ ભારતમાં કેટલાક મોબાઈલ હેન્ડસેટ સિવાય આ સુવિધા આપવામાં આવતી નથી. નિષ્ણાંતો અનુસાર ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. દરેક ઘરમાં એક, બે કે તેનાથી વધુ લોકો પાસે મોબાઈલ હેન્ડસેટ હોય છે.
ભારતમાં 120 કરોડથી વધુ મોબાઈલ ફોન અને 60 કરોડથી વધુ સ્માર્ટફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં આ ફીચર એક્ટિવ કરવું મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. સરકારના આદેશ બાદ મોબાઈલ ફોનમાં એલર્ટ ફીચર કંપનીઓએ દરેક ફોનમાં આપવું પડશે. પછી ફોન 1,500 રૂપિયાનો હોય કે મોંઘો સ્માર્ટફોન હોય.
આ સિવાય હાલ આ ફિચર વૈકલ્પિક છે એટલે કે ઇમરજન્સી ફીચરને ઓન રાખવું કે બંધ રાખવું તે યુઝર્સ નક્કી કરે છે. પરંતુ આગામી દિવસોમાં યુઝર્સ પણ તેને બંધ કરી શકશે નહીં. આ ફીચર માત્ર ભૂકંપ નહીં પણ તમારા વિસ્તાર આસપાસ જો લેન્ડ સ્લાઈડ થાય તો તેવી સ્થિતિમાં પણ એલર્ટ કરશે. આ સિવાય પુર, વાવાઝોડુ અને સુનામીના કિસ્સામાં પણ આ ફીચરની મદદથી લોકો પોતાના બચાવવા માટે પગલાં સમયસર ભરી શકે છે. આ ફીચરની ખાસિયત એ છે કે તે આખા શહેર, સમગ્ર રાજ્ય કે સમગ્ર દેશને એક સાથે એલર્ટ કરી શકે છે.
શું છે સરકારની સૂચના?
1. સરકારે તમામ હેન્ડસેટ ઉત્પાદક કંપનીને માત્ર ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ ધરાવતાં જ મોબાઈલ હેન્ડસેટ વેચવાનો આદેશ કર્યો છે.
2. તમામ ફીચર ફોન અને સ્માર્ટફોનમાં સુવિધા હોવી ફરજિયાત રહેશે.
3. હિન્દી-અંગ્રેજી અથવા રાજ્ય સંબંધિત ભાષામાં ઈમરજન્સી એલર્ટની સુવિધા હોવી જોઈએ.
4. કંપનીઓને આ આદેશ પર અમલ કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
5. જૂના સ્માર્ટફોનમાં પણ સોફ્ટવેર અપડેટ કરવાની સૂચના આપવાની રહેશે.
6. ઈમરજન્સી એલર્ટ વિના મોબાઈલ હેન્ડસેટનું વેચાણ બંધ કરવામાં આવશે.