ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અને સ્કૂટર્સના સાથે ઇલેક્ટ્રિક સાઇકલની ડિમાન્ડ વધી છે. કેલિફોર્નિયાની એક કંપનીએ ઇલેક્ટ્રિક સાઇકલને લોન્ચ કરવામાં આવી છે. આ એક ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક સાઇકલ છે. જેને Model F નામ આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સાઇકલની ખાસિયત છે કે એકવાર ફૂલ ચાર્જ કરતાં આ 80 કિમી સુધી ચાલી શકે છે. સાથે જ તેને જ્યાં મરજી હોય ત્યાં ફોલ્ડ કરીને લઇ જઇ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની બેટરીને લોક કરીને બાઇક પર પણ ચાર્જ કરી શકાય છે, સાથે જ અલગથી ચાર્જ કરવામાટે તેને અનલોક કરી નિકાળી પણ શકાય છે. કંપનીનો દાવો છે કે મોડલ એફ ઇલેક્ટ્રિક બાઇક પેડલ આસિસ્ટનો ઉપયોગ કરીને એકવાર ચાર્જ કરતાં 80 કિમી સુધી ચાલશે. પરંતુ જો તમે પેડલ લગાવ્યા વિના ઇલેક્ટ્રિક મોડમાં ચલાવો છો તો આ લગભગ 40 કિમી સુધી પહોંચવામાં સમક્ષ છે. આ ઇલેકટ્રિક સાઇકલમાં પાવર સોર્સ માટે 750 વોટ મોટર છે. તેની મદદથી ઇવીને 40 કિમી પ્રતિ કલાકની ટોપ ગતિથી દોડાવવામાં આવે છે. 

Adani Group shares: અદાણી ગ્રુપના 6 શેર બન્યા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1 લાખને બનાવ્યા 66 લાખ, જાણો કેવી રીતે?


ડિઝાઇનની વાત કરીએ તો સાઇકલને એક લો સ્ટેપ-થ્રૂ હાઇડ્રોર્મેડ એલ્યૂમીનિયમ ચેસિસ પર બનાવવામાં આવી છે. જ્યાં મોટી ક્રૂઝર બાઇક્સમાં 26 ઇંચના વ્હીલ મળે છે અને નાની સાઇકલ્સમાં 20 ઇંચ વ્હીલ આપવામાં આવે છે. તો બીજી તરફ મોડલ એફમાં 24 ઇંચ વ્હીલ પહોળી છે. મોડલ એફના ટાયર ટ્રૂ ફેટ ટાયર્સની તુલનામાં બલૂન ટાયર કેટેગરીમાં આવે છે. નાના વ્યાસના ટાયર ફોલ્ડવાળા બાઇકને થોડી વધુ કોમ્પેક્ટ બનાવે છે. તેની કિંમત 1,799 ડોલર (લગભગ 1,43,700 રૂપિયા) છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube