Telecom New Rule: બદલાઇ ગયા તમારા મોબાઇલ સિમ કાર્ડ સાથે સંકળાયેલા નિયમ, ફટાફટ જાણી લો
મોબાઇલ દરેકની જરૂરિયાત બની ગયો છે. આજકાલ ઘણા બધા કામ મોબાઇલની મદદથી થાય છે. સરકારે મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર અક્ર્યા છે. હવે કોઇપણ નવો મોબાઇલ લેવા માટે KYC સંપૂર્ણ પણે ડિજીટલ હશે
નવી દિલ્હી: મોબાઇલ દરેકની જરૂરિયાત બની ગયો છે. આજકાલ ઘણા બધા કામ મોબાઇલની મદદથી થાય છે. સરકારે મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર અક્ર્યા છે. હવે કોઇપણ નવો મોબાઇલ લેવા માટે KYC સંપૂર્ણ પણે ડિજીટલ હશે એટલે KYC માટે તમારે કોઇપણ પ્રકારના કાગળ અથવા ફોર્મ જમા કરાવવાના રહેશે નહી. પોસ્ટપેડ સિમને પ્રીપેડ કરાવવાઅ અથવા સિમ પોર્ટ કરાવવા માટે પણ અત્યારે કોઇ ફોર્મ ભરવું નહી પડે.
સરકારે મોબાઇલ સંબંધી નિયમોમાં ફેરફાર કરતાં સેલ્ફ KYC ની અનુમતિ આપી છે. જે એપ આધારિત હશે. આ e-KYC માટે ફક્ત 1 રૂપિયો ચાર્જ ચુકવવો પડશે. તો બીજી તરફ પ્રી-પેડમાંથી પોસ્ટ પેડ અને પોસ્ટ-પેડમાંથી પ્રી-પેડ કન્વર્ટ કરવા માટે નવા KYC ની જરૂર નહી પડે. થોડા દિવસો પહેલાં પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી.
જમા કરાવવા નહી પડે કોઇ ડોક્યુમેન્ટ
જાણકારી અનુસાર ગ્રાહકને KYC માટે કોઇપણ પ્રકારના કોઇપણ ડોક્યૂમેન્ટ અથવ ફોર્મ જમા કરાવવા નહી પડે. પોસ્ટપેડ સિમને પ્રીપેડમાં કન્વર્ટ કરવા જેવા કામો માટે હવે કોઇપણ પ્રકારનું ફોર્મ ભરવું નહી પડે અને તેના માટે પણ ડિજિટલ KYC હશે. હવે ગ્રાહકને નવા મોબાઇલ નંબર અથવા ટેલિફોન કનેક્શન માટે KYC સંપૂર્ણપણે ડિજિટલ હશે. જો કોઇ ગ્રાહક પોતાના પ્રીપેડ નંબરને પોસ્ટપેડમાં અથવા પોસ્ટપેડને પ્રીપેડમાં ચેંજ કરાવે ચેહ તો તેને દરેકવાર KYC પ્રોસેસ પુરી કરવાની હોય છે. પરંતુ ફક્ત 1 વાર જ KYC કરાવવું પડશે.
Genesis GV60: Hyundai ની લક્સરી સ્માર્ટ કાર, મોઢું જોઇ ખુલશે ગેટ, ચાવીવાળા જમાનાને કહો બાય-બાય
તમને જણાવી દઇએ કંપનીઓ કસ્ટમર્સ પાસે KYC માટે ડોક્યુમેન્ટ માંગે છે. જો કોઇ ગ્રાહક online ડોક્યુમેન્ટ અપલોડ કરીને KYC કરાવે છે તો તેને સેલ્ફ KYC કહેવામાં આવે છે. તેને વેબસાઇટ અથવા વેબસાઇટ વડે કરી શકાય છે. KYC માટે ટેલિકોમ કંપનીના ગ્રાહકોને કેટલાક ડોક્યુમેન્ટની માંગ કરે છે, જેના માટે ગ્રાહકોને ટેલિકોમ એજન્સીઓ અથવા ફ્રેંચાઇઝી પર જવું પડે છે. પરંતુ હવે તમે ઘરે બેઠા સેલ્ફ KYC કરી શકો છો. તેના માટે તમારે કંપનીની વેબસાઇટ અથવા એપ પર ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube