નવી દિલ્લીઃ સમાચાર એજન્સી ANIએ હાલમાં જ ટ્વિટર પર એક ટ્વિટ થકી માહિતી આપી છે કે ભારત સરકાર ટૂંક સમયમાં 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે સરકારને લાગે છે કે આ એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ એપ્સમાં AppLock અને Garena Free Fire જેવી ઘણી લોકપ્રિય એપ્સનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


સરકારે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે-
ANIએ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી રહી છે. તેની પાછળનું કારણ દેશની સુરક્ષા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. સરકારનું માનવું છે કે ચીન અને ભારત વચ્ચેની તંગ પરિસ્થિતિમાં આ 54 ચીની એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.


ફ્રી ફાયર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો-
તમને જાણીને નવાઈ લાગશે કે મોબાઈલ ગેમ ગેરેના ફ્રી ફાયર પણ 12 ફેબ્રુઆરીથી ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર દેખાઈ રહી નથી, જેનો અર્થ એ થઈ શકે છે કે આ ગેમ પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં, સૂચિમાં નામ આપવામાં આવેલી એપ્લિકેશન્સમાં આ ગેમનું નામ દેખાતું નથી, પરંતુ આ તેને ડાઉનલોડિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનું કારણ હોઈ શકે છે.