વરસાદમાં મચ્છર-માખીઓએ કરી રહી છે પરેશાન! બસ ફોનમાં Download કરો આ Apps
આ એપ્સ ફ્રીક્વેંસી સાઉન્ડ ઉત્પન્ન કરે છે અને તેના અવાજથી મચ્છર ભાગી જાય છે. સાઉન્ડનો અવાજ એટલો ઓછો હોય છે. તેના અવાજથી કોઇપણ વ્યક્તિને સંભળાતો નથી પરંતુ ડેવલોપર્સનો દાવો છે કે આ મચ્છરો સુધી પહોંચી તેને ભગાવવામાં ખૂબ જ ઉપયોગી છે.
Mosquito Killer Apps: મોનસૂનની સિઝનમાં સૌથી વધુ મચ્છર અને માખીઓ પરેશાન કરે છે. વરસાદના કારણે માખીઓના ઘરમાં આવી જાય છે. અને રાતના સમયે મચ્છર. ઘરમાં મચ્છર હોય છે તો ડેન્ગ્યું અને મલેરિયા જેવી બિમારીઓ હોવાનો ડર રહે છે. એક સમય હતો જ્યારે ઘરમાં મોસ્કિટો કોઇલ લગાવીને ઉંઘવું પડતું હતું. હજુ પણ ઘણા લોકો ઉપયોગ કરે છે. પરંતુ ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગઇ છે. હવે એવા ગેજેટ્સ આવી ગયા છે. હવે તો સ્માર્ટફોન્સમાં પણ એવી એપ્સ આવી ગઇ છે, જેથી મચ્છરોનો ખાતમો થઇ શકે છે. આવો જાણીએ આ વિશે....
Google Play Store પર છે ઘણી એપ્સ
Google Play Store પર ઘણી એવી એપ્સ છે જે મચ્છરોને મારવામાં મદદ કરે છે. એપ સ્ટોર પર ઘણી બધી એવી એપ્સ છે. તેમાં Mosquito Killer, Mosquito Sound, Frequency Generator જેવી ઘણી એપ્સ છે. આ એપ્સને લાખોથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે.
CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે શ્રેષ્ઠ વિકલ્પ
આ એપ્સ ફ્રીક્વેંસી સાઉન્ડ ઉત્પન્ન કરે છે અને તેના અવાજથી મચ્છર ભાગી જાય છે. સાઉન્ડનો અવાજ એટલો ઓછો હોય છે. તેના અવાજથી કોઇપણ વ્યક્તિને સંભળાતો નથી પરંતુ ડેવલોપર્સનો દાવો છે કે આ મચ્છરો સુધી પહોંચી તેને ભગાવવામાં ખૂબ જ ઉપયોગી છે.
મોંઘવારીથી મળશે છૂટકારો, આજે જ લાવો આ ચૂલો, ગેસની જરૂર નહી પડે
શું આ એપ્સ અસરદાર છે?
આ એપ્સને ખૂબ ઓછા રેટિંગ મળ્યા છે. કોઇને 5 માંથી 2 તો કોઇને 3. જે લોકોએ તેને ડાઉનલોડ કરી છે. તેમણે ઓછું રેટિંગ આપ્યું છે. તેમના અનુસાર આ એપ્સ ઓછી દમદાર છે. ઓન થયા બાદ પણ મચ્છર પરેશાન કરે છે. પરંતુ તમે ડાઉનલોડ કરે તેને ટ્રાય કરી શકો છો. બની શકે કે તમારા માટે બેસ્ટ સાબિત થઇ જાય. કારણ કે કેટલાક લોકો આ માટે એપ્સ સારી સાબિત થઇ છે. આ એપ્સ પર જાહેરોની સંખ્યા પણ વધુ છે. ઇન્સ્ટોલ કર્યા બાદ જ તમને ઘણી જાહેરાતો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube