આ કારની છે જોરદાર ડીમાન્ડ, 35km થી વધુની આપે છે માઇલેજ, કિંમત ખૂબ જ ઓછી
અત્યારે કંપની સેલેરિયોના પેટ્રોલ અને સીએનજી મોડલ વેચે છે. આ દેશની સૌથી વધુ માઇલેજ આપનાર કારોમાં છે. સીએનજી પર સૌથી વધુ માઇલેજ આપે છે. મારૂતિ સુઝુકીની સત્તાવાર વેબસાઇટના અનુસાર સેલેરિયો સીએનજીની માઇલેજ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજીની છે.
Maruti Suzuki Celerio Mileage And Price: મારૂતિ સુઝુકી સેલેરિયોની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. ઓગસ્ટ 2022 માં તેનું વેચાણ દર વર્ષના આધારે 1094% વધ્યું છે. ગત વર્ષે ઓગસ્ટ (2021) માં સેલેરિયોના કુલ 53 યૂનિટ વેચાયા હતા જ્યારે ઓગસ્ટ 2022 માં તેનું વેચાણ 5,852 યૂનિટ પર પહોંચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેલેરિયોનું નવું મોડલ આવતાં તેની ડિમાન્ડમાં વધારો થયો છે. જોકે વેચાણ યૂનિટની દ્રષ્ટિએ જોઇએ તો ઓગસ્ટ 2022 માં આ ટોપ 25 ની યાદીમાં 23મા સ્થાન પર રહી છે.
સીએનજી પર સૌથી વધુ માઇલેજ આપનાર કાર
અત્યારે કંપની સેલેરિયોના પેટ્રોલ અને સીએનજી મોડલ વેચે છે. આ દેશની સૌથી વધુ માઇલેજ આપનાર કારોમાં છે. સીએનજી પર સૌથી વધુ માઇલેજ આપે છે. મારૂતિ સુઝુકીની સત્તાવાર વેબસાઇટના અનુસાર સેલેરિયો સીએનજીની માઇલેજ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજીની છે. આ અલ્ટો કરતાં પણ વધુ માઇલેજ છે. અલ્ટોની માઇલેજ 31.59 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજીની છે. પેટ્રોલ પર પણ સેલીરિયોની માઇલેજ ખૂબ સારી છે.
5.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે કિંમત
સેલેરિયો પેટ્રોલ અલગ-અલગ વેરિએન્ટના આધારે 24.97km/l થી લઇને 26.68 km/l સુધીની માઇલેજ આપી શકે છે. મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. જોકે પેટ્રોલ વર્જનની શરૂઆતી કિંમત ઓછી છે. તેના બેસ વેરિએન્ટ 5.25 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટ માટે તેની કિંમત 7 લાખ રૂપિયા સુધી જાય છે. સેલેરિયોમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીનના સાથે જ સીએનજીનું ઓપ્શન મળે છે.
ટ્રાંસમિશન અને ફીચર્સ
પેટ્રોલ વર્જનમાં 5 સ્પીડ મેન્યુઅલ (સ્ટાડર્ડ) અને 5-સ્પીડ એએમટી ઓફર કરવામાં આવે છે જ્યારે સીએનજી વેરિન્ટમાં ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન મળે છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ ઓટો/એપ્પલ કાર પ્લે સપોર્ટ કરનાર 7 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ, સેમી ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટ, એન્જીન સ્ટાર્ટ, સ્ટોપ બટન જેવા તમામ ફિચર્સ મળી જાય છે. તેમાં પેસિવ કીલેસ એન્ટ્રી, ડ્યૂલ ફ્રન્ટ, એરબેગ્સ, એબીએસની સાથે ઇબીડી અને હિલ હોલ્ડ આસિસ્ટ પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube