Popular Bikes: ભારતમાં કોમ્પ્યુટર કેટેગરીની બાઈક્સનું માર્કેટ ખૂબ મોટું છે આ કેટેગરીની બાઈક્સની ડિમાન્ડ આખું વર્ષ રહે છે. તેની પાછળનું કારણ છે કે તે બજેટ ફ્રેન્ડલી હોય છે અને જોરદાર માઇલેજ આપતું એન્જિન ધરાવે છે. આ બાઈક દર મહિને લોકોના હજારો રૂપિયા બચાવે છે. જો તમે પણ નવી બાઈક ખરીદવા માંગો છો તો આજે તમને ભારતમાં સૌથી વધુ વેચાતી 125 સીસીની ચાર બાઇક વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ


બજાજ CT125X


આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે બજાજ CT125X બાઈક. તેની ડિઝાઈન મિનિમલ છે અને કંપનીએ તેના પર કામ કર્યું છે તે દેખાય છે. આ બાઈકમાં ફ્રંટમાં એલઈડી ડીઆરએલ સાથે એક ગોલ બલ્બ હેડલાઈટ આપવામાં આવી છે. બજાજ CT125X ને પાવર આપે છે 124.4 સીસી સિંગલ સિલેંડર એર કૂલ્ડ મોટર. અર્બન રાઈડ્સ માટે આ સારી બાઈક છે. 


આ પણ વાંચો: Whatsapp Call: થર્ડ પાર્ટી એપ વિના વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા ફોનમાં આ સેટિંગ On કરો


હોંડા શાઈન


હોંડા શાઈન 125 સીસી કોમ્યુટર બાઈકની માર્કેટમાં લોકપ્રિય છે. તેની ડિઝાઈન સીમ્પલ છે. હોંડા શાઈન બે વેરિયંટમાં આવે છે. ડ્રમ અને ડિસ્ક. આ બાઈકમાં પાંચ કલર ઓપ્શન પણ મળે છે. શાઈનમાં સિંગલ સિલેંડર 123.94 સીસીનું એન્જીન વાપરવામાં આવ્યું છે. 


આ પણ વાંચો: Car Mileage: આ 5 એક્સેસરીઝ લગાવશો તો કારની માઈલેજ સાવ ઘટી જશે, ન કરતાં આ ભુલ ક્યારેય


હીરો સુપર સ્પ્લેંડર


હીરો સુપર સ્પ્લેંડર ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિયંટમાં ઉપલબ્ધ છે. તેમાં 124.7 સીસી એર કુલ્ડ સિંગલ સિલેંડર એન્જીન છે. આ બાઈકમાં ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને ડુઅલ રિયર શોક્સ સાથે ડાયમંડ ચેસિસ છે. આ બાઈક પણ શાનદાર માઈલેજ આપે છે. 


આ પણ વાંચો: YouTube પર સૌથી વધુ કેવા Video જોવાય છે ખબર છે ? આ વાત જાણીને તમે દંગ રહી જશો


હોંડા એસપી 125 


હોંડાની આ બાઈક 125 સીસી સેગમેંટમાં સૌથી બેસ્ટ છે. સારી ડિઝાઈન અને સ્ટાઈલિશ લુક તેને ખાસ બનાવે છે. હોંડા એસપી 125 ડ્રમ, ડિસ્ક અને સ્પોર્ટ્સ ત્રણ વેરીયંટમાં આવે છે. આ બાઈક તેજ છે અને ટ્રાફિકમાં તેને ચલાવવી સરળ છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)