નવી દિલ્હીઃ Motorola એ બુધવાર (8 ફેબ્રુઆરી) એ ભારતમાં પોતાનો એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન Moto E13 લોન્ચ કરી દીધો છે. જો તમે ઓછા બજેટમાં એક સારી બેટરીવાળો ફોન ખરીદવા ઈચ્છો છો તો Moto E13 તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. આ ફોનમાં તમને 6.5 ઇંચની ડિસ્પ્લે અને  5000mAh ની બેટરી જેવા ઘણા ફીચર્સ મળે છે. આવો જાણીએ તેના ફીચર્સ અને કિંમત વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto E13 ના સ્પેસિફિકેશન
Moto E 13 માં 6.5 ઇંચની HD+ આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે, જે 20:9 આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. પ્રોસેસરની વાત કરીએ તો Moto E13 માં ઓક્ટા-કોર યુનિસોક T606 પ્રોસેસર છે, જે 4GB સુધી LPDDR4x રેમ અને 64જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ અને માલી -G57 MP1 GPU ની સાથે આવે છે. નોંધનીય છે કે આ 4જી ડિવાઇસ છે. 


આ પણ વાંચોઃ Google ની આજે ખાસમખાસ ઈવેન્ટ, AI પર રહેશે ફોકસ, જાણો શું હશે વિશેષતાઓ


Moto E13 નો કેમેરા
કેમેરા સેટઅપની વાત કરીએ તો Moto E13 માં પાછળની તરફ 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો અને 5 મેગાપિક્સલનું ફ્રંટ-ફેસિંગ સ્નેપર છે. આ બંને કેમેરા યુનિટ 30fps પર ફુલ-એચડી વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે. બેટરીની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 10W વાયર્ડ ચાર્જિંગની સાથે 5,000mAh ની બેટરી આપવામાં આવી છે. તે 23 કલાક સુધીના વીડિયો પ્લેબેક ટાઇમ આપવાનો દાવો કરે છે. 


આ સિવાય ફોનમાં બ્લૂટૂથ 5.0 વાયરલેસ કનેક્ટિવિટીની સાથે  2.4GHz અને 5GHz ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઈ સપોર્ટ મળે છે. મોટોરોલાના આ સ્માર્ટફોનમાં USB ટાઈપ-C પોર્ટ અને 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટના ઇનબિલ્ટ સ્પીકરને ડોલ્બી એટમોસ તકનીકથી જોડવામાં આવ્યા છે. 


Moto E13 ની કિંમત
Moto E13 ને બે સ્ટોરેજ ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં 2GB રેમ + 64GB સ્ટોરેજ મોડલની કિંમત 6999 રૂપિયા છે. તો હેન્ડસેટના 4GB રેમ + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7999 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે ફોન ખરીદવા ઈચ્છો છો તો મોટોરોલાનો આ સ્માર્ટફોન Flipkart અને JioMart પર ખરીદવા માટે ઉપલબ્ધ હશે. 


આ પણ વાંચોઃ ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કર્યું Bing


આ ફોનને ત્રણ કલર ઓપ્શન- ઓરોરા ગ્રીન, કોસ્મિક બ્લેક અને ક્રીમી વ્હાઇટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સિવાય જો તમે વર્તમાન અને નવા જિયો ગ્રાહક છો તો તમને Jio Lock ઓફરમાં આ ફોન ખરીદવા પર 700 રૂપિયાનું ફ્લેટ કેશબેક મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube