નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવતી કંપની મોટોરોલા ભારતમાં એક નવો મોટો ઈ સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ ભારતમાં Moto E32s ને લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. Moto E32s ને ભારતમાં 2 જૂને લોન્ચ કરવામાં આવશે. મહત્વનું છે કે આ સ્માર્ટફોનને પાછલા સપ્તાહે યૂરોપમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moto E32s માં 90Hz સ્ક્રીન રિફ્રેશ રેટ છે અને આ ડિવાઇસ MediaTek Helio G સિરીઝ પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોન ભારતમાં ફ્લિપકાર્ટ, રિલાયન્સ જિજિટલ અને જિયો માર્ટ પર ઉપલબ્ધ થશે. Moto E32s ની ભારતમાં કિંમત 11 હજાર રૂપિયા હોઈ શકે છે. આવો આ ફોનના ફીચર્સ પર એક નજર કરીએ. 


Moto E32s: સ્પેસિફિકેશન
આ ડિવાઇસ કેટલાક યુરોપીયન દેશોમાં ઉપલબ્ધ છે. એટલે તેના તમામ સ્પેસિફિકેશન સામે આવી ગયા છે. Moto E32s એક 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લેને 90Hz રિફ્રેશ રેટ, 1600 x 720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે. હુડ હેઠળ ડિવાઇસ એક ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી37 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. 


આ પણ વાંચોઃ દમદાર ડિસ્પ્લે સાથે Vivo T2x લોન્ચ, 50MP કેમેરો અને 6000mAh ની મળશે બેટરી


યુરોપમાં ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં  3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 4GB + 64GB. ભારતમાં સામાન રેમ અને સ્ટોરેજ વિકલ્પ મળશે કે નહીં તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 15W વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે ફોનમાં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે. 


E32s ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 16MP નો મુખ્ય કેમેરો, 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને 2MP નું મેક્રો શૂયર છે. સેલ્ફી અને વીડિયોકોલ માટે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસ સ્લેટ ગ્રે અને મિસ્ટી સિલ્વર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. અન્ય વિશેષતાઓમાં સાઇટ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક સપોર્ટ, IP52 વોટર-રેપેલેન્ટ ડિઝાઇન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube