નવી દિલ્હીઃ Motorola એ માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto G50 ને લોન્ચ કરી દીધો છે. 4જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી લેસ આ ફોનને કંપનીએ હજુ ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કર્યો છે. તેની કિંમત AUD 399 (આશરે 21500 રૂપિયા) છે. ફોનને કંપનીએ મીટિયોરાઇટ ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો અને  5000mAh બેટરીની સાથે ઘણા બેસ્ટ-ઇન-ક્લાસ ફીચર આપવામાં આવ્યા છે. આવો જાણીએ વિગત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો G50 ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં 720x1600 પિક્સલ રિઝોલ્યુશનની સાથે 6.5 ઇંચની એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે અને તે 20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. ફોનને કંપનીએ 4જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. ફોનની મેમરીને યૂઝર જરૂર પડવા પર એસડી કાર્ડની મદદથી 1ટીબી સુધી વધારી શકાય છે. 


આ પણ વાંચોઃ Jio, Airtel, Vi ના 250 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ પ્લાન, ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ


પ્રોસેસર તરીકે કંપની આ ફોનમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 700 SoC ઓફર કરી રહી છે. કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. તો સેલ્ફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.


સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 15 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં યૂએસબી ટાઇપ-સી પોર્ટ, એનએફસી, વાઈ-ફાઈ  ac, 3.5mm હેડફોન જેક, 5G, બ્લૂટૂથ 5 અને જીપીએસ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube