Motorola એ મચાવી ધૂમ! હવે હવામાં ચાર્જ થશે સ્માર્ટફોન, આવી રીતે ઝડપથી થશે Full Charge
Motorola એ `મોટો રોલા એર ચાર્જિંગ` ટેક્નોલોજી રજૂ કરી છે. કંપનીએ અગાઉ તેને `મોટોરોલા વન હાયપર` નામ આપ્યું હતું. આ ટેકનોલોજી એક જ સમયે 4 ઉપકરણોને ચાર્જ કરી શકે છે.
Motorola Air Charging: Motorola એ 'મોટો રોલા એર ચાર્જિંગ' ટેક્નોલોજી રજૂ કરી છે. કંપનીએ અગાઉ તેને 'મોટોરોલા વન હાયપર' નામ આપ્યું હતું. આ ટેકનોલોજી એક જ સમયે 4 ઉપકરણોને ચાર્જ કરી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
Motorola એ 2021ની શરૂઆતમાં એક ટ્રુ વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી રજૂ કરી, જેને ઉપકરણ અને ચાર્જર વચ્ચે કોઈ ભૌતિક સંપર્કની જરૂર નથી. હવે મોટોરોલાએ તેનું અપડેટ વર્ઝન રજૂ કર્યું છે. અગાઉ મોટોરોલાએ આ ટેક્નોલોજીને 'મોટોરોલા વન હાયપર' નામ આપ્યું હતું. 2019થી કોઈપણ બજેટ સ્માર્ટફોન સાથે સંકળાયેલા નામનો ઉપયોગ કરવો કંપની માટે અજીબ હતું જેથી કંપનીએ નામ બદલીને 'મોટોરોલા એર ચાર્જિંગ' કર્યું.
Xiaomi Mi Air Charge જેવું કરશે કામ
મોટોરોલાના ટ્રુ વાયરલેસ ચાર્જિંગનું માત્ર નવું નામ જ નથી જે 'Xiaomi Mi Air Charge' ની સમાન લાગે છે પરંતુ બરાબર એ જ રીતે કામ કરે છે. તમને જણાવી દઈએ કે Xiaomi નું સોલ્યુસન માત્ર એક કોન્સેપ્ટ હતો.
એક સાથે 4 ઉપકરણો ચાર્જ કરશે
મોટોરોલા એર ચાર્જિંગ ટેકનોલોજી એક જ સમયમાં 4 ઉપકરણો ચાર્જ કરી શકે છે. તે 3 મીટર અને 100°ની ત્રિજ્યામાં કામ કરે છે. કંપનીનું કહેવું છે કે તેનું સોલ્યુશન 1600 એન્ટેનાનો ઉપયોગ કરે છે જે નિયમિત પણે ઉપકરણો માટે સ્કેન કરે છે. આ નેટવર્ક સેટઅપ, એક સ્વતંત્ર ચિપસેટ અને અલ્ગોરિધમની મદદથી, ફર્મ સ્થિર ચાર્જિંગનો દાવો કરે છે.
ક્યારે થઈ શકે છે લોન્ચ?
મોટોરોલાનું એ પણ કહેવું છે કે સમાધાન કાગળ, ચામડા અને સમાન વસ્તુઓના માધ્યમથી કામ કરે છે. જો કે, સલામતી માટે, જ્યારે જૈવિક મોનીટરીંગ ટેકનોલોજીથી માનવ હાજરી મળી આવે ત્યારે ચાર્જિંગ બંધ થાય છે. મોટોરોલાએ હજુ સુધી જણાવ્યું નથી કે તે ક્યારે સત્તાવાર થશે. રસપ્રદ વાત એ છે કે આમાં આ ટેકનોલોજી માટે જવાબદાર કંપની GuRu Wireless, Inc. ઉલ્લેખ કરાયો નથી. પરંતુ જો નિષ્ણાતોનું માનીયેતો મોટોરોલા તેને જલ્દી લોન્ચ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube