Motorola લાવશે 108MP કેમેરા સાથે સૌથી પાતળો 5G ફોન, 17 ઓગસ્ટે થશે લોન્ચ
કંપનીએ ફ્લિપકાર્ટ પર દાવો કર્યો છે કે તે ભારતનો સૌથી પાતળો 5જી સ્માર્ટફોન હશે. તેની જાડાઈ માત્ર 6.99mm હશે. તસવીરોમાં જોવા પર પણ ફોન ખુબ પ્રીમિયમ જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ મોટોરોલા ભારતીય બજારમાં પોતાના નવા બે સ્માર્ટફોન Motorola Edge 20 અને Motorola Edge 20 Fusion લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોન 17 ઓગસ્ટે લોન્ચ થવાના છે. ફોન વેચાણ માટે ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે. Flipkart પર બંને ફોનને લિસ્ટ કરી દેવામાં આવ્યા છે. ફ્લિપકાર્ટ લિસ્ટિંગમાં આ સ્માર્ટફોનના બધા મુખ્ય ફીચર્સનો ખુલાસો થઈ ગયો છે. તો આવો તેની વિગત જાણીએ.
Motorola Edge 20 સંભાવિત ફીચર્સ
કંપનીએ ફ્લિપકાર્ટ પર દાવો કર્યો છે કે તે ભારતનો સૌથી પાતળો 5જી સ્માર્ટફોન હશે. તેની જાડાઈ માત્ર 6.99mm હશે. તસવીરોમાં જોવા પર પણ ફોન ખુબ પ્રીમિયમ જોવા મળી રહ્યો છે. તેમાં પાછળ ત્રણ રિયર કેમેરા સેટઅપ અને મેટલ બોડી ફ્રેમ જોઈ શકાય છે. ફ્લિપકાર્ટ પ્રમાણે તેમાં AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે, જે 144Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ કરશે. તેમાં 8જીબી રેમ અને Snapdragon 778 પ્રોસેસર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ 2 રૂપિયા વધુ આપી દરરોજ મેળવો 2GB ડેટા, 3 મહિના સુધી ચાલશે આ Jio પ્લાન
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે, જેનું પ્રાઇમરી સેન્સર 180 મેગાપિક્સલ હશે. ખાસ વાત છે કે તેમાં 30X ઝૂમની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્ચ મળશે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી શકે છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
Motorola Edge 20 Fusion ના સંભવિત ફીચર્સ
મોટોરોલા એઝ 20 ફ્યૂઝનના ફીચર્સનો ખુલાસો પણ ફ્લિપકાર્ટ પર થઈ ગયો છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે જોઈ શકાય છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે હશે. ફોનમાં 8 જીબીની રેમની સાથે ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્શન 720 પ્રોસેસર મળવાની આશા છે. મોટોરોલા એઝ 20 ફ્યૂઝનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હોવાની આશા છે, જેમાં 180 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ શૂટર અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર હશે. સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવશે. મોટોરોલા એઝ 20માં 5,000mAh ની બેટરી સાથે 30W TurboPower ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube