નવી દિલ્હી: વિશ્વની ટોચ હેન્ડસેટ નિર્માતા કંપની Motorola એ ચાર નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. તેમને Moto G Stylus (2021), Moto G Power (2021), Moto G Play (2021) અને Motorola One 5G Ace નામથી બજારમાં ઉતારવામાં આવ્યા છે. જોકે આ ફોન હાલ અમેરિકા અને કેનેડાના માર્કેટમાં લોન્ચ થયા છે. કંપનીએ જણાવ્યું નથી કે ભારતમાં ક્યારે લોન્ચ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખબર છે...પુરૂષોની હંમેશા મહિલાઓના કયા ભાગ પર રહે છે નજર


આટલી છે ચાર ફોનની કિંમત
Moto G Stylus (2021) ને 4GB રેમ + 128GB સ્ટોરેજ સાથે ફક્ત વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેની કિંમત 299 ડોલર (લગભગ 22 હજાર રૂપિયા) છે. Moto G Power (2021) ને 3GB રેમ + 32GB સ્ટોરેજ વાળા મોડલનો ભાવ 199.99 ડોલર (લગભગ 14,700 રૂપિયા) અને  4GB રેમ + 64GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 249 ડોલર (લગભગ 18,300 રૂપિયા) છે. Moto G Play (2021) ને 3GB રેમ + 32GB સ્ટોરેજ સાથે એક વેરિએન્ટમાં બજારમાં ઉતારવામાં આવ્યો છે, જેની કિંમત 169.99 ડોલર (લગભગ 12,500 રૂપિયા) છે. તો બીજી તરફ Motorola One 5G Ace ને 6GB રેમ + 128GB સ્ટોરેજવાળા મોડલનો ભાવ 399.99 ડોલર (લગભગ 29,500 રૂપિયા) છે. 

શું તમે પ્રેમ અને ક્રશમાં Confused છો? આ રીતે ખબર પડશે હાલ-એ-દિલ


આટલા દિવસ ચાલશે બેટરી
કંપનીનો દાવો છે કે Moto G Stylus (2021)ની બેટરી ફૂલ ચાર્જ કરતાં બે દિવસ સુધી Moto G Power (2021) અને Moto G Play (2021) ની બેટરી ફૂલ ચાર્જ કરતાં ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. 


આ છે Moto G Stylus અને 5G Ace માં ખાસ
Moto G Stylus (2021) માં 6.8 ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે, Snapdragon 678 પ્રોસેસર, 4GB રેમ, 128GB સ્ટોરેજ, 48MP, 8MP, 2MP અને 2MPના ચાર રિયર કેમેરા, 16MP નો ફ્રન્ટ કેમેરો અને 4000mAh બેટરી જેવી ખૂબીઓ છે. તો બીજી તરફ Motorola One 5G Ace માં 6.7ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે, Snapdragon 750G 5G પ્રોસેસર, 6GB સુધી રેમ, 128GB સ્ટોરેજ, 48MP, 8MP અને 2MP ના ત્રણ રિયર કેમેરા, 16MP નો ફ્રન્ટ કેમેરો, 5000mAh ની બેટરી અને 15W ફાસ્ટ ચાર્જિંગ જેવી ખૂબીઓ છે.

Sex દરમિયાન ઉત્તેજનાને ચરમ પર પહોંચાડવા કર્યું આવું કામ, પુરૂષ પાર્ટનરનો જતો રહ્યો જીવ


આ છે Moto G Power અને Moto G Play ના સ્પેસિફિકેશન્સ
Moto G Power (2021) માં 6.6 ઇંચ HD+ ડિસ્પ્લે, Snapdragon 662 પ્રોસેસર, 4GB રેમ, 64GB સ્ટોરેજ, 48MP, 2MP અને 2MP ના ત્રણ રિયર કેમેરા, 8MP નો સેલ્ફી કેમેરો, 5000mAh બેટરી અને 15W ફાસ્ટ ચાર્જિંગ જેવી ખૂબીઓ છે.

Boyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા


તો બીજી તરફ Moto G Play (2021) માં 6.5 इंच HD+ ડિસ્પ્લે, Snapdragon 460 પ્રોસેસર, 3GB રેમ, 32GB ઇન્ટરનલ સ્ટોરેજ, 13MP અને 2MP ના બે રિયર કેમેરા, 5MP નો સેલ્ફી કેમેરો, અને 5000mAh ની બેટરી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube