મોટોરોલા લાવી રહ્યો છે 194MP વાળો ધાકડ Smartphone, ચપડી વગાડતાં થઇ જશે ચાર્જ
મોટોરોલાએ તાજેતરમાં જ ભારતમાં પોતાના ફ્લેગશિપ ડિવાઇસ Moto Edge 30 Pro લોન્ચ કર્યું છે. સ્માર્ટફોનને ભારતીય બજારમાં સૌથી સસ્તો ફ્લેગશિપ ડિવાઇસ કહેવામાં આવી રહ્યો છે. જોકે હવે મોટોરોલા અત્યાર સુધી સૌથી ફાસ્ટ ચાર્જર સાથે વધુ એક ફ્લેગશિપ ફોન લોન્ચ કરી શકે છે.
નવી દિલ્હી: મોટોરોલાએ તાજેતરમાં જ ભારતમાં પોતાના ફ્લેગશિપ ડિવાઇસ Moto Edge 30 Pro લોન્ચ કર્યું છે. સ્માર્ટફોનને ભારતીય બજારમાં સૌથી સસ્તો ફ્લેગશિપ ડિવાઇસ કહેવામાં આવી રહ્યો છે. જોકે હવે મોટોરોલા અત્યાર સુધી સૌથી ફાસ્ટ ચાર્જર સાથે વધુ એક ફ્લેગશિપ ફોન લોન્ચ કરી શકે છે. Motorola Frontier, જેને પહેલાં 194 મેગાપિક્સલ કેમેરા સાથે જોવા મળ્યો હતો, ફરીથી સોશિયલ મીડિયા પર જોવા મળ્યો, પરંતુ આ વખતે 125W ચાર્જર સાથે. ખાસકરીને મોટોરોલા એઝ30 પ્રો 68W સાથે આવે છે. પરંતુ હવે મોટોરોલા 125W ફાસ્ટ ચાર્જર રજૂ કરીને વસ્તુઓને એક લેવલ ઉપર લઇ જવા માટે તૈયાર છે. Motorola ના ઉપરાંત OnePlus, Oppo અને Realme પણ 125W ચાર્જરવાળા ફોન લોન્ચ કરવા માટે તૈયાર છે.
સેમસંગ લાવશે P-શેપનો નવો સ્ટાઇલિશ Fold Smartphone, ડિઝાઇન જોઇ ડગળી ખસી જશે
ટિપ્સ્ટરે ફોનને લઇને કર્યા આ ખુલાસા
લેનોવો ગ્રુપ ચાઇનના સીઇઓ ચેન જિને મોટોરોલા 125W ચાર્જિંગ એડોપ્ટરે ટીઝ કર્યું, જેનું વજન તેના વીબો હેન્ડલ પર લગભગ 130 ગ્રામ છે. જોકે તેમણે તે સ્માર્ટફોનના નામનો ખુલાસો કર્યો નથી. જેને 125W ચાર્જર સપોર્ટ મળશે. એક જાણિતા ટિપસ્ટર, ડિજિટ ચેટ સ્ટેશને પુષ્ટિ કરી છે ચાર્જર ખરેખર Motorola Frontier 22 માટે છે. ટિપસ્ટરે આગળ ખુલાસો કર્યો કે લેનોવો ગ્રુપ લોન્ચ થવાની આશા છે બે પ્રમુખ મોડલ પરંતુ એક મોટોરોલા હેથળ લોન્ચ થવાની આશા છે જ્યારે બીજો મોટોરોલા બ્રાંડીગ સાથે આવી શકે છે. જોકે અફવાઓ પ્રબળ છે કે મોટોરોલા ફ્રંટિયર કંપનીના સુપર ફ્લેગશિપ ફોનમાં 125W ફાસ્ટ ચાર્જર, 194 મેગાપિક્સલ કેમેરા અને ક્વાલકોમ સ્નૈપડ્રેગન 8 ઝેન 1 ચિપસેટ સાથે જઇ રહ્યો છે. તો આવો એક નજર કરીએ Motorola Frontier 22 ના સ્પેસિફિકેશન્સ પર...
ના હોય! iPhone 13 Mini: 70 હજારના ફોન પર 21 હજારનું ડિસ્કાઉન્ટ
Motorola Frontier 22: Specifications
Motorola Frontier 22 માં ફૂલ HD+ રિઝોલ્યુશન સાથે 6.67-ઇંચ OLED ડિસ્પ્લે હોવાની આશા છે. ડિસ્પ્લે 144Hz ના હાઇ રિફ્રેશ રેટને સપોર્ટ કરે તેવી સંભાવના છે. સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 1 ઝેન સાથે 12GB સુધી LPDDR5 RAM અને 256GB UFS 3.1 મેમરી સાથેનો ઉપયોગ કરે તેવી સંભાવના છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલશે. બેટરીના મામલે તે 125W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 4500mAh બેટરી હોઇ શકે છે.
ઇન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો: રેખાને બનવું ન હતું અભિનેત્રી, મારી-મારીને બનાવી સ્ટાર
Motorola Frontier 22: Camera
ફ્રંટ કેમેરાનું રિઝોલ્યૂશન 60 મેગાપિક્સલ હશે અને પાછળની તરફ તે ત્રણ સેન્શર 194 મેગાપિક્સલ+50 મેગાપિક્સલ+12 મેગાપિક્સલનો સેટ રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube