નવી દિલ્હીઃ ઘણી રાહ જોયા બાદ Motorola One Action પરથી પડદો ઉઠી ગયો છે. મોટોરોલા (Motorola)એ સ્માર્ટફોનને યૂરોપની માર્કેટમાં લોન્ચ કર્યો છે. જાણકારી પ્રમાણે, ભારતમાં આ સ્માર્ટફોન 23 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનનું બેસ્ટ ફીચર તેનો 117 ડિગ્રીનો વાઇડ એન્ગલ કેમેરા છે, જેને વીડિયો રેકોર્ડિંગ માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 12MPનો પ્રાઇમરી સેન્સર છે. તેની મદદથી 4K રિઝોલ્યુશનમાં વીડિયો શૂટ કરી શકાય છે. 5 મેગાપિક્સલનો સેકેન્ડ્રી ડેફ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ત્રીજો કેમેરો પણ વાઇડ એન્ગલ છે, પરંતુ તેની મદદથી વાઇડ એન્ગલ ફોટો ન લઈ શકાય. આ સ્માર્ટફોનમાં પંચ હોલ 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 



અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની ફુલ એચડી+ LCD સ્ક્રીન છે. 
Exynos 9609 પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેમ 4 જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. તેની કેપેસિટી 3500 mAhની છે. યૂરોપ માર્કેટમાં આ સ્માર્ટફોન 299 યૂરોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 23500 રૂપિયા આસપાસ હોઈ શકે છે. આ પહેલા ભારતમાં Motorola One લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની વર્તમાન કિંમત 19999 રૂપિયા છે. આશા છે કે Motorola One Actionની કિંમત તેનાથી ઓછી હશે.