નવી દિલ્હી: મોબાઇલ ફોન નિર્માતા કંપની લેનોવો (Lenovo) ના સ્વામિત્વવાળી મોટોરોલા (Motorola) કંપનીએ પોતાના મોટોરોલા-વન મૈક્રો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ મોબાઇલ મીડિયાટેક હીલિયો પી-70 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનની કિંમત ભારતમાં 9,999 રૂપિયા રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ સુધી ચાલશે બેટરી
આ ફોનમાં 4000 એમએએચની બેટરી છે અને કંપનીનો દાવો છે કે આ બે દિવસ સુધી ચાલી શકે છે. આ સાથે જ તેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 6.2 ઇંચની મૈક્સ વિઝન એચડી પ્લસ ડિસ્પ્લે છે.

OnePlus 7T Pro આજે થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી છે કિંમત


ફોનના રિયર કેમેરામાં 3 લેન્સ
આ સ્માર્ટફોનમાં યૂ-આકારની સ્ક્રીન નોચ સ્ક્રીન આપવામાં આવી છે જોકે 19:9 રેશિયોમાં શાનદાર ડિસ્પ્લેનો અનુભવ કરાવશે. તેના રિયર કેમેરામાં 3 લેન્સ છે. તેને 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, બે મેગાપિક્સલ ડેપ્થ સેન્સર અને બે મેગાપિક્સલ મૈક્રો લેન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 

ગૂગલ જ નહી Instagram વડે પણ ઘરે બેઠા દર મહિને કરો હજારો રૂપિયા


કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ફોનનો એઆઇ કેમેરા સિસ્ટમ ક્વાડ સેન્સર અને લેઝર ઓટો ફોકસ ટેક્નોલોજી સાથે સજ્જ કરવામાં આવ્યો છે, જે તમને એકદમ ઓછા સમયમાં ફોકસ સાથે અસાધારણ ફોટો પાડવામાં મદદરૂપ સાબિત થશે. આ ડિવાઇસ હાઇબ્રિડ સિમ-ટ્રે સાથે આવે છે, જે ડ્યુઅલ-સીમ અથવા એસડી કાર્ડની સાથે સિમ નાખવાની સુવિધા પુરી પાડશે.