ભારતમાં જલદી લોન્ચ થશે મોટોરોલા Moto G 5G અને Moto G9 Power, જાણો તમામ માહિતી
મોટોરોલા ભારતમાં જલદી પોતાનો પ્રથમ 5G ફોન Moto G 5G લોન્ચ કરવાની છે. આ સાથે કંપની Moto G9 Power પણ લોન્ચ કરશે. મોટોરોલાના આ બે નવા ફોન હાલમાં યૂરોપમાં લોન્ચ થયા છે અને હવે ભારતમાં તેની એન્ટ્રી થવાની છે.
નવી દિલ્હીઃ મોટોરોલા ભારતમાં જલદી પોતાનો પ્રથમ 5G ફોન Moto G 5G લોન્ચ કરવાની છે. આ સાથે કંપની Moto G9 Power પણ લોન્ચ કરશે. મોટોરોલાના આ બે નવા ફોન હાલમાં યૂરોપમાં લોન્ચ થયા છે અને હવે ભારતમાં તેની એન્ટ્રી થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે મોટોરોલાનો 5જી ફોન ભારતનો સૌથી સસ્તો 5જી ફોન હશે. આ ફોન દ્વારા મોટોરોલા શાઓમી, રિયલમી, વીવો અને વનપ્લસના મિડ રેન્જ 5જી ફોનનો મુકાબલો કરશે. તો મોટો જી9 પાવર કંપનીનો બજેટ સ્માર્ટફોન છે, જેના ફીચર્સ જબરદસ્ત છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં મોટોરોલાના આ બે ફોન લોન્ચ થશે.
Moto G 5G ની ખાસિયતો
Moto G 5Gના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો મોટોરોલા આ ફોનને Snapdragon 750G SoC પ્રોસેસરની સાથે લોન્ચ કરશે. 6.7 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે વાળા આ ફોનને 6GB RAM અને 128 જીબી સ્ટોરેજ વર્ઝનમાં લોન્ચ કરવાની સંભાવના છે. મોટો જી5 જીના કેમેરાની વાતકરીએ તો તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ સાથે 8 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે.
PUBG મોબાઇલમાં કરવામાં આવ્યા ઘણા ફેરફાર, હવે ફક્ત 1 GBમાં ગેમ થશે Download
મોટો જી5 જીમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. એન્ડ્રોયલ 10 પર બેસ્ડ આ ફોનમાં 5000mAh ની બેટરી લાગી છે, જે 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે. માનવામાં આવી રહ્યું છે કે મોટોરોલાના આ 5જી ફોનને 25000 રૂપિયાથી ઓછાના બજેટમાં લોન્ચ કરી શકાય છે.
Moto G9 Power માં શું ખાસ છે?
Moto G9 Power ની ખાસિયતોની વાત કરીએ તો આ બજેટ ફોનને કંપની Qualcomm Snapdragon 662 SoC પ્રોસેસરની સાથે લોન્ચ કરશે. મોટો જી9 પાવરમાં 6.8 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે છે, જેનું સ્ક્રીન રિજોલ્યૂશન 720x1640 પિક્સલ છે. Android 10 પરબેસ્ડ આ ફોનને 4 જીબી રેમ અને 128 સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવશે.
Samsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો શું હશે ફીચર્સ
Moto G9 Powerના કેમેરાની વાત કરીએ તો તેમાં 64 મેગાપિક્સલ મેન કેમેરા વાળા ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 2-2 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર અને મેક્રો લેન્સ છે. આ ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. મોટો જી9 પાવરમાં 6000 mAhની બેટરી હશે, જે 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે. આ ફોનને 15000 રૂપિયાથી ઓછા બજેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube