નવી દિલ્હીઃ મોટોરોલા આગામી સપ્તાહે 30 નવેમ્બરે 12 કલાકે ભારતમાં પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે, જેનું નામ  Moto G 5G છે. મોટોરોલાનો આ ફોન ખુબ ઓછા ભાવમાં લોન્ચ કરવાના સમાચાર મળી રહ્યાં છે, જેમાં ઘણા દમદાર ફીચર્સ હશે. મિડ રેન્ડ સેગમેન્ટના આ ફોનની લોન્ચિંગ ઓનલાઇન શોપિંગ પોર્ટલ ફ્લિપકાર્ટ પર થશે અને લોન્ચની સાથે તેનું વેચાણ એમેઝોન પર પણ શરૂ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી હોઈ શકે છે કિંમત
ભારતમાં હાલ OnePlus Nord મિડ રેન્જમાં સૌથી સસ્તો 5જી ફોન છે, પરંતુ આવનારા સમયમાં ઘણી કંપનીઓ સૌથી સસ્તા 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. શાઓમીએ ચીનમાં 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં Redmi Note 9 5G લોન્ચ કર્યો છે. પરંતુ તેની ભારતમાં શું કિંમત હશે, તેની કોઈ ચોક્કસ જાણકારી નથી. માનવામાં આવી રહ્યું છે કે Moto G 5Gને 25,000 રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. 


1 જાન્યુઆરીથી થઇ જાવ તૈયાર, બદલાઇ જશે Landline થી  Mobile નંબર ડાયલ કરવાની રીત


Moto G 5Gની ખાસિયત
Moto G 5Gના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો મોટોરોલા આ ફોનને Snapdragon 750G SoC પ્રોસેસરની સાથે લોન્ચ કરશે. 6.7 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે વાળા આ ફોનને  6GB RAM અને 128 જીબી સ્ટોરેજ વર્ઝનમાં લોન્ચ કરવાની સંભાવના છે. મોટો જી5 જીના કેમેરાની વાતકરીએ તો તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ સાથે 8 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. 


મોટો જી5 જીમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. એન્ડ્રોયલ 10 પર બેસ્ડ આ ફોનમાં  5000mAh ની બેટરી લાગી છે, જે 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે.


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube