આજે લોન્ચ થશે MOTOROLA નો નવો ફોન `One Action`, આ હશે ખાસ ફીચર્સ
સમાચાર પોર્ટલ જીએસએમઅરેનાના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું મહત્વપૂર્ણ ફીચર 117 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે, જે યૂજર્સને ફોનને સીધો પકડશે તો પણ લેંડસ્કેપ ફોર્મેટમાં વીડિયો શૂટ કરવામાં સક્ષમ બનાવશે.
નવી દિલ્હી: અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા પોતાના નવા સ્માર્ટફોન 'વન એક્શન (One Action) ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઇ રહી છે. આ પહેલાં કંપની પોતાના આ ફોનને બ્રાજીલના માર્કેટમાં ઉતારી ચૂકી છે. ત્યાં તેને લોકો વચ્ચે ખૂબ મનપસંદ રહ્યો. ભારતીય માર્કેટમાં લોન્ચ થયા બાદ ફોનને તમે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ખરીદી શકો છો.
વિવોએ લોન્ચ કર્યો S સિરીઝનો નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ
117 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો
સમાચાર પોર્ટલ જીએસએમઅરેનાના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું મહત્વપૂર્ણ ફીચર 117 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે, જે યૂજર્સને ફોનને સીધો પકડશે તો પણ લેંડસ્કેપ ફોર્મેટમાં વીડિયો શૂટ કરવામાં સક્ષમ બનાવશે.
આજે લોન્ચ થશે Xiaomi નો ધાંસૂ ફોન Mi A3, લોન્ચ પહેલાં જાણો ફીચર્સ
ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે
ફોનમાં 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો એક્સપેક્ટ રેશિયો 21:9 છે. તેમાં ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 4 જીબી રેમ આપવામાં આવી છે. તેમાં 128 જીબીની ઇન બિલ્ટ સ્ટોરેજ છે, જેમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
ઇલેક્ટ્રિક એસયૂવી બાદ આજે લોન્ચ થશે Hyundai ની નવી હેચબેક કાર
ટ્રિપલ કેમેરા સેટઅપ
તેની પાછળના ભાગે ટ્રિપલ કેમેરા સેટઅપમાં 12 મેગાપિક્સલનું પ્રાઇમરી સેંસર, 5 મેગાપિક્સલનું સેકેંડરી ડેપ્થ સેંસર અને એક ત્રીજો 16 મેગાપિક્સનો ક્વેડ પિક્સલ કેમેરા સામેલ છે.
એંડ્રોઇડ પાઇ
આ ડિવાઇસ એંડ્રોઇડ પાઇ પર કામ કરે છે, જેમાં એંડ્રોઇડ ક્યૂનું નિશ્વિત અપડેટ મળશે. તેમાં ડ્યુઅલ સિમ, બ્લ્યૂટૂથ 5.0, 4જી વીઓએલટીઇ જેવા ફીચર્સ છે.