Reliance Jio Recharge Plan: રિલાયન્સ જિયો દેશની જાણીટી ટેલીકોમ કંપની છે. દેના માલિક દેશના સૌથી ધનીક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે. દેશભરમાં જિયોનું સિમ આશરે 48 કરોડ લોકો ઉપયોગ કરે છે. તાજેતરમાં રિલાયન્સ જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સના ભાવમાં વધારો કર્યો હતો. કંપનીએ પોતાના પોર્ટફોલિયોને અપડેટ કરતા ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો. જિયોની પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન્સનું એક લાંબુ લિસ્ટ છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના પ્લાનની કિંમત
આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જે યૂઝર્સને ઓછી કિંમતમાં દરરોજ 2જીબી ડેટા ઉપલબ્ધ કરાવે છે. આ પ્લાનની કિંમત 349 રૂપિયા છે અને તે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 28 દિવસ માટે 56 જીબી ડેટા મળે છે. એટલે કે દરરોજ બે જીબી ડેટાનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો પણ બેનિફિટ મળે છે. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક ઉપલબ્ધ છે તો તમે અનલિમિટેડ 5જી ડેટા એક્સેસ કરી શકો છો.


આ પણ વાંચોઃ ₹6.13 લાખ રૂપિયાની આ દેશી કારે રચી દીધો ઈતિહાસ, ક્રેટા-બ્રેઝા પણ રહ્યાં પાછળ


અનલિમિટેડ કોલિંગની સુવિધા
આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સુવિધા સાથે આવે છે. આ પ્લાનમાં તમે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે યૂઝર્સને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. કુલ મળી આ પ્લાન તે યૂઝર્સ માટે સારો વિકલ્પ છે, જેને વધુ ડેટાની જરૂર પડે છે. તમે માય જિયો એપ  પરથી આ પ્લાન ખરીદી શકો છો.