Jio Recharge: મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)પાસે અલગ-અલગ યૂઝર્સ માટે રિચાર્જ પ્લાન હાજર છે. કંપની સમય સમય પર યૂઝર્સ માટે નવા-નવા રિચાર્જ પ્લાન લાવતી રહે છે. જિયોની પાસે એક એવો પ્લાન છે, જેમાં યૂઝર્સને શાનદાર ઓટીટી મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોના જે રિચાર્જ પ્લાનની જાણકારી આજે અમે તમને આપવાના છીએ, તે એક પ્રીપેડ પ્લાન છે. આ પ્લાનનો સૌથી મોટો ફાયદો છે કે તમે વધારાના રૂપિયા ખર્ચ કર્યા વગર ઓટીટી સ્ટ્રીમિંગની મજા માણી શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા પણ મળે છે. 


રિલાયન્સ જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે કંપનીનો વાર્ષિક પ્લાન છે. જો તમે તમારા જિયો સિમમાં 3227 રૂપિયાથી રિચાર્જ કરાવો છો તો તમને તેમાં 365 દિવસ (1 વર્ષ) ની વેલિડિટી મળશે. તેવામાં એકવાર રિચાર્જ કરાવ્યા બાદ વર્ષ દરમિયાન ડેટા અને કોલિંગની મજા માણી શકશો.


આ પણ વાંચોઃ Facebook અને Instagram કરે છે તમારી સતત જાસૂસી! આજે જ ઓન કરી દો આ Settings


રિલાયન્સ જિયોના આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા મળે છે. આ રીતે વેલિડિટી દરમિયાન કુલ 730જીબી ડેટા મળશે. 365 દિવસ સુધી તમને તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગની આઝાદી મળે છે. કંપની દરરોજ 100 એસએમએસ પણ ઓફર કરે છે. 


રિલાયન્સ જિયોના આ પ્લાનની સૌથી ખાસ વાત તેમાં મળનાર ઓટીટી બેનિફિટ છે. કંપની તેમાં ગ્રાહકોને એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ વીડિયોનું સબ્સક્રિપ્શન આપી રહી છે. જિયોના આ પ્લાનની સાથે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું પણ સબ્સક્રિપ્શન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube