જિયોએ પોતાના લાખો યૂઝર્સને એકવાર ફરીથી ચોંકાવી દીધા છે. કારણ કે કંપનીએ 365 દિવસનો મોબાઈલ રિચાર્જ પ્લાન મફતમાં આપવાની ઓફર રજૂ કરી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ પોતાની અધિકૃત વેબસાઈટ પર આ ઓફરની જાહેરાત કરી. જિયો યૂઝર્સ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. જેનાથી તેમને આખું વર્ષ રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. આ ઓફર દેશના તમામ ટેલિકોમ સર્કલ્સમાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને જિયો પ્રીપેઈડ યૂઝર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. જાણો કઈ રીતે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio Offer
જિયોએ આ ઓફર પોતાના ફાઈબર  બ્રોડબેન્ડ સર્વિસને વધારવા માટે રજૂ કરી છે. જિયો યૂઝર્સ નવા AirFiber પ્લાન માટે સાઈન અપ કરીને Free મોબાઈલ રિચાર્જની મજા લઈ શકે છે. જિયોની વેબસાઈટ મુજબ યૂઝર્સને 3599 રૂપિયાનો વાર્ષિક મોબાઈલ રિચાર્જ પ્લાન ફ્રીમાં મળશે જે 365 દિવસ માટે વેલિડ રહેશે. આ પ્લાનમાં રોજ 2.5GB હાઈ સ્પીડ ડેટાનો લાભ સામેલ છે. 


શું મળશે બેનિફિટ્સ
જિયો યૂઝર્સ કંપનીની વેબસાઈટ કે My Jio એપ દ્વારા નવા AirFiber બુક કરી શકે છે. કંપનીએ AirFiber બ્રોડબેન્ડ માટે ફક્ત 50 રૂપિયાનો બુકિંગ ચાર્જ નક્કી કર્યો છે. આ સિવાય, યૂઝર્સને AirFiber Freedom Offer હેઠળ 3 મહિનાના પ્લાન પર 30% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જે 2121 રૂપિયામાં ઉપલબ્ધ  છે. આ પ્લાનમાં 800થી વધુ ડિજિટલ ટીવી ચેનલ, 13થી વધુ OTT એપ્સ અને અનલિમિટેડ વાઈફાઈ ( દર મહિને 1000GB ડેટા FUP લિમિટ સાથે) સામેલ છે. 


જે પણ યૂઝર AirFiber બુક કરશે તેમાંથી એક ભાગ્યશાળી યૂઝરને આ વાર્ષિક પ્લાન મફતમાં મળશે. આ પ્લાન રોજ 2.5GB હાઈ સ્પીડ ડેટા, મફતમાં અનલિમિટેડ 5જી ડેટા, રોજ 100 એસએમએસ ફ્રી, અને દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર મફત નેશનલ રોમિંગ આપે છે.