Reliance Jio: હાઈ લા! જિયો યૂઝર્સને પાછો ઝટકો...મુકેશ અંબાણીએ ફરીથી 2 પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં તોતિંગ વધારો ઝીંક્યો
આ રિવાઈઝ્ડ પ્રીપેઈડ જિયો પ્લાન્સ 84 દિવસની વેલિડિટી આપે છે. કંપનીએ હવે આ બે પ્લાનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આ પ્લાનની વિગતો ખાસ જાણો.
રિલાયન્સ જિયોએ તેના બે પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ રિવાઈઝ્ડ પ્રીપેઈડ જિયો પ્લાન્સ 84 દિવસની વેલિડિટી આપે છે. કંપનીએ હવે આ બે પ્લાનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આ પ્લાનની વિગતો ખાસ જાણો.
Reliance Jio Netflix plans: New Prices
ધ હિન્દુના રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોના પ્રીપેઈડ પ્લાન્સ જે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન સાથે આવતા હતા તે પહેલા 1099 અને 1499 રૂપિયાની કિંમતના હતા. પરંતુ હવે કંપનીએ આ પ્લાનની કિંમતમાં 300 જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે જિયો પ્રીપેઈટ નેટફ્લિક્સ પ્લાનની કિંમત ₹1,299 અને ₹1,799 થઈ ગઈ છે. 1299 રૂપિયાવાળા પ્રીપેઈડ પ્લાનમાં તમને Netflix મોબાઈલ પ્લાન મળશે. જે સામાન્ય રીતે 149 રૂપિયાનો છે. જો તમે 1799 રૂપિયાવાળો મોંઘો પ્લાન પસંદ કરશો તો તમને નેટફ્લિક્સ બેઝિક પ્લાન મળશે જે 199 રૂપિયાનો છે.
Reliance Jio Netflix plans: Benefits
જિયોના આ પ્રીપેઈડ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે અને તેમાં 2GB/3GB નો ડેઈલી ડેટા મળે છે. આ સિવાય તેમાં 100 એસએમએસ અને અનલિમિટેડ 5જી પણ મળે છે. જિયોનો પ્રીપેઈડ પ્લાન જેની કિંમત 1299 રૂપિયા છે, પોતાના યૂઝર્સને ફક્ત સ્માર્ટફોન કે ટેબલેટ કે એક વખતમાં એક જ ડિવાઈસ પર નેટફ્લિક્સનું એક્સેસ આપે છે. આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સનું કન્ટેન્ટ વધુમાં વધુ 480p ક્વોલિટીમાં સ્ટ્રીમ કરવા મળશે.
બીજી બાજુ નેટફ્લિક્સનો બેઝિક પ્લાન જેની કિંમત ₹1,799 છે તે યૂઝર્સને અલગ અલગ ડિવાઈસ પર જેમ કે મોબાઈલ ફોન, ટેબલેટ, સ્માર્ટ ટીવી અને લેપટોપ પર લોકપ્રિય OTT પ્લેટફોર્મ એક્સસ કરવા દે છે. આ પ્લાન વ્યૂઅર્સ માટે 720p વીડિયો ક્વોલિટી સપોર્ટ કરે છે. નોંધવા જેવી વાત એ છે કે આ પેકેસમાં ઓફર કરાયેલી અનલિમિટેડ 5જી કનેક્ટિવિટી યૂઝરના એરિયામાં 5જી અવેલિબિલિટી પર ડિપેન્ડ કરે છે. 1299 અને 1799 રૂપિયાવાળા જિયો પ્રીપેઈડ પ્લાન્સ ક્રમશ: 2GB અને 3GB નો ડેઈલી હાઈ સ્પીડ ડેટા આપવાનો દાવો કરે છે.