નવા વર્ષ પર જિયોએ પોતાના ગ્રાહકોને એક ધમાકેદાર  ગિફ્ટ આપી છે. તેમણે એક એવો પ્લાન લોન્ચ કર્યો છે કે જેમાં ગ્રાહકોને લાંબા સમય સુધી કોઈ ટેન્શન વગર સેવાઓ મળી શકશે. જિયોને ખબર હતી કે ગ્રાહકોને નાના નાના રિચાર્જ કરાવવામાં મુશ્કેલી પડે છે. આથી તેમણે આ લાંબી વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનથી જિયોના 49 કરોડથી વધુ ગ્રાહકોને આનંદ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio’s Rs 2025 recharge plan
જિયોએ જે નવો પ્લાન લોન્ચ કર્યો છે તેની કિંમત 2025 રૂપિયા છે અને તેની વેલિડિટી 200 દિવસની છે. આ રિચાર્જ પ્લાન સાથે યૂઝર્સને 6 મહિનાથી વધુ સમય સુધી વારંવાર રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. આ પ્લાનમાં તમને 200 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. 


આ સાથે જ તમને રોજ 100 ફ્રી એસએમએસ અને 500GB હાઈસ્પીડ ડેટા મળશે. એટલે કે રોજનો 2.5GB ડેટા. જો તમે એ વિસ્તારમાં રહેતા હોવ  જ્યાં જિયોનું 5જી નેટવર્ક હોય તો આ પ્લાનમાં તમને અનલિમિટેડ 5જી ડેટા મળશે. એટલે કે જો તમે ઘણો બધો ડેટા ઈચ્છતા હોવ તો આ પ્લાન તમારા માટે સારો છે. 


મળશે અનેક ફાયદા
જિયોનો આ 2025 રૂપિયાવાળો પ્લાન ફક્ત કોલ અને ડેટા સુધી મર્યાદિત નથી. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ટીવી, અને જિયો ક્લાઉડ જેવી અનેક વધારાની સુવિધાઓ મળશે. તમે જિયો સિનેમા પર મૂવીઝ અને વેબસિરીઝ જોઈ શકો છો, જિયો ટીવી પર લાઈવ ટીવી ચેનલ્સ જોઈ શકો છો અને જિયો ક્લાઉડ પર પોતાની ફાઈલો સુરક્ષિત રાખી શકો છો. 


જિયોએ એટલો સારો આ પ્લાન લોન્ચ કર્યો છે કે જે લોકો બીજા નેટવર્કમાં જવાનું વિચારતા હતા તેઓ કદાચ હવે જિયો છોડવા બદલ 10 વાર વિચાર કરશે. 5જીની જબરદસ્ત સ્પીડ, ઓછી કિંમત અને મનોરંજનના ફાયદા આ પ્લાનને ખુબ આકર્ષક બનાવે છે.