મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જિયોએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. હવે તેમના ગ્રાહકોની સંખ્યા 490 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જિયો પોતાના સસ્તા મોબાઈલ પ્લાન માટે જાણીતું છે. હાલમાં જ તેમણે Jio Rs 175 પ્લાન સાથે એક નવી ઓફર રજૂ કરી છે. તેનાથી યૂઝર્સ ઓછા ભાવે પ્રીમિયમ OTT કન્ટેન્ટનો સરળતાથી આનંદ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Rs 175 Plan
જો તમે વધુ કોલ કે મેસેજ કરતા ન હોવ અને ફક્ત ડેટાનો ઉપયોગ કરતા હોવ તો  Jio Rs 175 નો પ્લાન તમારા માટે સૌથી સારો છે. ફક્ત 175 રૂપિયામાં તમને ફાસ્ટ ઈન્ટરનેટ અને અનેક OTT benefits મળે છે. આ પ્લાન એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જે સ્ટ્રીમિંગ, બ્રાઉઝિંગ અને અન્ય ઓનલાઈન કામ માટે વધુ ડેટા ઈચ્છે છે. 


OTT Benefits
Jio Rs 175 પ્લાનનું સૌથી ખાસ ફચર તેના OTT benefits છે. આ પ્લાન સાથે તમને જિયો ટીવી મોબાઈલ એપ દ્વારા 12 પ્રીમિયમ OTT પ્લેટફોર્મનું એક્સેસ મળે છે. આ માર્કેટમાં સૌથી બેસ્ટ ઓફર છે. 


- 28 દિવસનો જિયો સિનેમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, ઢગલો ફિલ્મો, ટીવી શો અને એક્સક્લુઝિવ કન્ટેન્ટનો આનંદ લો. 


- અન્ય OTT એપ્સનું એક્સેસ: Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, DocuBay, EPIC ON અને Hoichoi સામેલ છે. 


- આ તમામ ઓફર્સ સાથે તમે અનેક ઓટીટી સર્વિસીઝના કન્ટેન્ટનો ફાયદો લઈ શકો છો, જે બધા એક જ પ્લાનમાં સામેલ છે. 


પ્લાન વિશે ખાસ વાતો


વેલિડિટી- 28 દિવસ
કુલ ડેટા- 10 GB
પેકેજ બાદની સ્પીડ- 64 Kbps પર અનલિમિટેડ


કેવી રીતે કરાવશો રિચાર્જ
Jio Rs 175 પ્લાનનો લાભ લેવા માટે બસ MyJio એપ દ્વારા સબસ્ક્રાઈબ કરો. JioCinema પ્રીમિયમ કૂપન તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. આ સસ્તા પ્લાન સાથે જે પ્રીમિયમ કન્ટેન્ટ સાથે આવે છે, તમે સરળતાથી સ્ટ્રીમિંગ અને બ્રાઉઝિંગનો આનંદ ઉઠાવી શકો છો.