રિલાયન્સ જિયોએ એક નવો રિચાર્જ પ્લાન શરૂ કર્યો છે જે 30 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાન 28 દિવસના પ્લાનથી અલગ છે. કારણ કે તેમાં બે દિવસ વધારે મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ  કોલિંગની સાથે ડેટા પણ મળે છે જે યૂઝર્સ માટે ખુબ સુવિધાજનક છે. 30 દિવસવાળા આ પ્લાનની  ખાસિયતો જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio Rs 319 Plan Details
રિલાયન્સ જિયોના 319 રૂપિયાવાળો પ્લાન આખા કેલેન્ડર મહિના માટે છે. જેમાં યૂઝર્સને 30  દિવસ કોઈ પણ અડચણ વગર સેવા મળે છે. તેમાં ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ સામેલ છે. જેનાથી ગ્રાહકોને કોઈ પણ વધારાના ચાર્જ વગર કોલિંગની સુવિધા મળે છે. આ માસિક પ્લાન સાથે ગ્રાહકોને રોજના 100 એસએમએસ પણ ફ્રી મળે છે. 


આ ઉપરાંત યૂઝર્સને રોજ 1.5GB ડેટા મળે છે. એકવાર આ લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઓછી થઈને 64 Kbps થઈ જાય છે. આ પ્લાનમાં JioTV,JioCinema અને JioCloud ની મફત સદસ્યતા સામેલ છે. જો કે JioCinema પર પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે તમારે અલગથી ચાર્જ ભરવો પડશે. 


Reliance Jio Rs 355 Plan Details
આ પ્લાન ઉપરાંત જિયોએ 355 રૂપિયાનો એક વધુ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. જેમાં પણ 30 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને રોજની લિમિટની ખટપટ વગર 25જીબી ડેટા મળશે જેને તમે તમારા વપરાશ મુજબ વાપરી શકો છો. 319 રૂપિયાવાળા પ્લાનની જેમ જ તેમાં પણ અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજના મળે છે. આ સાથે JioTV, JioCinema અને JioCloudની મજા પણ માણી શકો છો.