Jio Plan: રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. દેશમાં તેના કરોડો યુઝર્સ છે. કંપની પોતાના યુઝર્સ માટે અનેક રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જે અલગ-અલગ બેનિફિટ્સની સાથે આવે છે. તમને જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાન્સ મળશે. યુઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકે છે. પરંતુ આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં 84 દિવસ સુધી સર્વિસ ઓફર કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછી કિંમતમાં 84 દિવસ સુધી મળશે સર્વિસ
તમને જિયોના પોર્ટફોલિયોમાં એવા ઘણા પ્લાન મળી જશે જે 84 દિવસની સર્વિસ ઓફર કરે છે. પરંતુ અમે તમને જે પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ તેની કિંમત 479 રૂપિયા છે. આ જિયોનો સૌથી ઓછી કિંમતનો 84 દિવસની વેલિડિટી આપતો પ્લાન છે. એવું નથી કે તેમાં ઓછી કિંમત હોવાને કારણે યુઝર્સને અન્ય બેનિફિટ્સ મળતા નથી. આવો આ પ્લાન વિશે જાણીએ.


યુઝર્સને ફાયદો
જિયોના આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે અને તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એટલે કે તમે 84 દિવસ સુધી ગમે તે નેટવર્ક પર અનલિમિટેડ વાતો કરી શકો છો. સાથે દેશમાં કોઈ જગ્યાએ એસએમએસ મોકલવા માટે 1000 SMS મળે છે. 


ડેટાની વાત કરીએ તો તેમાં યુઝર્સને કુલ 6જીબી સુધી હાઈ સ્પીડ ડેટા મળે છે, જેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ માટે કરી શકો છો. આ સિવાય પ્લાનમાં યુઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.