રિલાયંસ જિયો તરફથી રણનીતિમાં સમય સમય પર ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે ઘણો ફાયદો થયો છે અને કંપનીએ એક નવો રેકોર્ડ સેટ કરી દીધો છે. મોબાઈલ ડેટા ટ્રાફિકના મામલામાં સળંગ ત્રીજી ત્રિમાસિકમાં પણ જિયો ઘણું આગળ રહ્યું છે. જિયોનો ડેટા ટ્રાફિક લગભગ 24 ટકાના ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે. આ જ કારણે જિયો ટેલીકોમ ઈન્ડસ્ટ્રીની લીડર બનીને ટોચ પર બિરાજમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ ડેટાના ઉપયોગમાં જિયો ઘણી આગળ નજરે પડી રહી છે. ડેટા ટ્રાફિકની તુલના કરીએ તો અન્ય કોઈના પણ મુકાબલે આ 24 ટકા સુધી આગળ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં આ ઘણું સારું રહ્યું છે. બીજા નંબર પર એરટેલ નજરે પડે છે. એરટેલ 23 ટકાની ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે ચીનના મોબાઈલમાં 2 ટકાનો વધારો જોવામાં આવ્યો છે. જિયોએ અન્ય તમામ ટેલીકોમ કંપનીઓને પછાડી દીધી છે. ડેટા ટ્રાફિકના મામલામાં પણ આ જ જોવા મળ્યું છે.


સબ્સક્રાઈબર્સમાં આવ્યો ઘટાડો
સબ્સક્રાઈબર્સની વાત કરીએ તો તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ભલે ડેટાનો ઉપયોગ વધી ગયો હોય, પરંતુ જિયોના સબ્સક્રાઈબર કાઉન્ટ છેલ્લા ત્રણ મહિનામાં ઘટ્યા છે. જોકે, તેના પાછળ એક કારણ એ પણ છે કે કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતમાં તાજેતરમાં વધારો કર્યો છે. જિયોના લગભગ 11 મિલિયન યૂઝર્સ ઓછા થયા છે. ઘટાડો થયા બાદ જિયોના સબ્સક્રાઈબર્સ બેસ 489.7 મિલિયનથી ઓછો થઈને 478.8 મિલિયન સુધી આવી ગયો છે.


5G યૂઝર બેસમાં આવ્યો હતો ઉછાળો
5Gની વાત કરીએ તો જિયો તરફથી તેના પર ઘણું કામ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આવું જ જિયો સિવાય એરટેલની સાથે પણ નજરે પડી રહ્યું છે. બન્ને કંપનીઓ તરફથી ઈન્ટરનેટની સ્પીડમાં વધારો કરવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે.