આખરે `મુકેશ કાકા`એ બધાની બોલતી બંધ કરી! કીધો હતો એ દાવ ખેલી નાંખ્યો, ફોન માર્કેટમાં ભૂકંપ
JioBharat Feature Phone: કંપની તરફથી રજૂ કરાયેલા નવા JioBharat ફીચર ફોનને માત્ર 123 રૂપિયામાં માસિક રિચાર્જ કરી શકાય છે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલ અને 14 જીબી ડેટાની સુવિધા મળશે.
JioBharat V3 and V4 Features: ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024માં રિલાયન્સ જિયોએ બે નવા 4G ફીચર ફોન લોન્ચ કર્યા છે. આ બંને ફીચર ફોન V3 અને V4ને 4G ફીચર ફોન Jio ભારત સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવ્યા છે. નવા મોડલને 1099 રૂપિયાની કિંમતે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. ગયા વર્ષે કંપનીએ Jio Bharat V2 મોડલ લોન્ચ કર્યું હતું. આ ફોન લોન્ચ થયા બાદ ભારતીય ફીચર ફોન માર્કેટમાં ભૂકંપ લાવી દીધો હતો. કંપનીનો દાવો છે કે JioBharat ફીચર ફોન દ્વારા લાખો 2G ગ્રાહકો 4G નેટવર્ક પર શિફ્ટ થયા છે.
1000 mAh ની બેટરી અને 128 GB ની એક્સપેન્ડેબલ સ્ટોરેજ
નેક્સ્ટ જનરેશનવાળો નવો 4જી ફીચર ફોનને લેટેસ્ટ ડિઝાઈન, 1000 mAhની દમદાર બેટરી, 128 GB સુધીની એક્સપેન્ડેલ સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફીચર ફોન 23 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. જિયોભારત ફોનમાં માત્ર 123 રૂપિયાનું મંથલી રિચાર્જ કરાવી શકાય છે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલ અને 14 GB ડેટાની સુવિધા મળશે.
આ સુવિધાઓ પણ મળશે
જિયો ભારત સીરિઝ હેઠળ રજૂ કરવામાં આવેલા V3 અને V4 બન્ને મોડલ જિયો ટીવી, જિયો સિનેમા, જિયો પે અને જિયો ચેટ જેવા અમુક શાનદાર પ્રી લોડેડ એપની સાથે બજારમાં આવશે. 455થી વધુ લાઈવ ટીવીની સાથે ફિલ્મો, વીડિયો અને રમત સામગ્રી પણ ગ્રાહકોને એક ક્લિક પર એક ફોનમાં મળશે. બીજી તરફ, JioPay સરળ ચુકવણીઓ પ્રદાન કરે છે અને JioChat અનલિમિટેડ વૉઇસ મેસેજિંગ, ફોટો શેર અને ગ્રુપ ચેટના અનેક વિકલ્પ આપે છે.
નવો ફોન ક્યાંથી મેળવવો
JioBharat V4 ડિઝાઇન બેસ્ડ ડિવાઈસ ફોનના રૂપમાં દેખાય છે. આ એવા યૂઝર્સની શરૂરિયાતને પુરી કરશે જે ક્વોલિટીની સાથે સ્ટાઈલ પર પણ ફોકસ કરે છે. JioPay ને UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) સાથે લિંક કરવામાં આવ્યું છે, તેમાં સાઉન્ડ બોક્સ પણ છે. તે સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરવામાં મદદ કરે છે. Jio Bharat V3 અને V4 ટૂંક સમયમાં જ તમામ મોબાઇલ સ્ટોર્સ તેમજ JioMart અને Amazon પર ઉપલબ્ધ થશે.