Jio Diwali Dhamaka offers: દિવાળીનો તહેવાર સામે આવી રહ્યા છે, ત્યારે Jio કંપની પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે. તમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Diwali offer
દિવાળી ધમાકા ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે, જો તમે એક ખાસ પ્લાન લો છો, સાથે જ ગ્રાહકોને રિલાયંસ ડિજિટલની કૂપન પણ મળશે. જે તેમના પ્લાનના પૈસા બરાબર હશે. તેનાથી આ ઓફર વધુ શાનદાર બની જાય છે.


આ પ્લાનમાં 800થી વધુ ટીવી ચેનલ મળશે, જેનાથી તમે ઈચ્છો ત્યારે ટીવી જોઈ શકો છો. તમને 13થી વધુ OTT પ્લેટફોર્મ પણ મળશે, જેના પર તમે ઘણી બધી વેબ સીરીઝ અને મૂવીઝ જોઈ શકો છો. તમારા ઘરમાં વાઈ-ફાઈ પણ મળશે, જેનાથી તમે કોઈ લિમિટ વગર ઈન્ટરનેટ પણ ચલાવી શકો છો. આ પ્લાનમાં તમને ઘરમાં વાઈ-ફાઈ લગાવવા માટે પણ 1000 રૂપિયા મળશે.


AirFiber plans: 599 રૂપિયાથી શરૂ


  • Rs 599 વાળો પ્લાન: આમા તમને 30 Mbps ની સ્પીડ મળશે, 800થી વધારે ટીવી ચેનલ મળશે, 11થી 13 OTT એપ ફ્રીમાં મળશે અને એક વાઈ ફાઈ 6 રાઉટર પણ મળશે. 

  • Rs 888 વાળો પ્લાન: આમા તમને 30 Mbps ની સ્પીડ મળશે, 11થી 13 OTT એપ ફ્રીમાં મળશે, તેમાંથી અમુક એપ ખુબ જ સારા હશે અને તમને એક 4K સેટ ટોપ બોક્સ પણ મળશે.

  • Rs 899 વાળો પ્લાન: આમા તમને 100 Mbps ની સ્પીડ મળશે અને બાકી બધુ એનું એ જ હશે જે 888 વાળા પ્લાનમાં મળે છે.

  • Rs 1,199 વાળો પ્લાન: આમા તમને 100 Mbps ની સ્પીડ મળશે, 11થી 14 OTT એપ ફ્રીમાં મળશે અને અમુક સારા ઉપકરણો પણ મળશે.


કેવી રીતે કરશો સબ્સક્રાઈબ?
તમે Jioની વેબસાઈટ અથવા તો Jio એપ પર જઈને જોઈ શકો છો કે તમારા વિસ્તારમાં એરફાઈબર સેવા આવે છે કે નહીં. તેના માટે તમારે પોતાનો મોબાઈલ નંબર અને પિન કોડ નાંખવો પડશે. પછી તમારે તમારા પસંદગીનો પ્લાન પસંદ કરવો પડશે અને રિચાર્જ કરવું પડશે. આવું કરશો એટલે તમને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર મળશે અને સાથે બીજા પણ ફાયદા મળશે. જો તમે પોતાની ઈન્ટરનેટની સ્પીડ વધારવા માંગો છો અને વધારે મનોરંજન ઈચ્છો છો તો આ ઓફર તમારા માટે ખુબ જ શાનદાર છે.