Reliance Jio Diwali Offer: દિવાળીનો તહેવાર સામે છે. એવામાં ઘણી કંપનીઓ યૂઝર્સ માટે ખાસ ઓફર્સ લઈને આવી રહી છે. આ વચ્ચે ટેલીકોમ કંપની રિલાયંસ જિયોના માલિક મુકેશ અંબાણી પણ પોતાના યૂઝર્સ માટે ખાસ ઓફર લઈને આવ્યા છે. રિલાયંસ જિયોએ પોતાના યૂઝર્સ માટે દિવાળી ધમાકા ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ તમે ખાસ રીચાર્જ પ્લાન્સની સાથે ઈજમાઈટ્રિપ, આઈજિયો અને સ્વિગીના ફ્રી વાઉચર મેળવી શકો છો. આ ઓફર આજે એટલે કે 25 ઓક્ટોબરથી શરૂ થઈને 5 નવેમ્બર 2024 સુધી વેલિડ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોની દિવાળી ધમાકા ઓફર?
આ ઓફર માત્ર જિયોના બે True 5G પ્લાન્સની સાથે ઉપલબ્ધ છે, જે 899 અને 3,599 રૂપિયામાં આવે છે. આ પ્લાન્સને રિચાર્જ કરશો તો તમને કુલ 3,350 સુધીનો ફાયદો મળશે. હોટલ અને ફ્લાઈટ બુકિંગ માટે ઈજમાઈટ્રિપનું 3000 રૂપિયાનું વાઉચર મળશે. જ્યારે 999 અથવા તો તેનાથી વધુની ખરીદી કરનાર અજિયોનો 200 રૂપિયાની કૂપન મળશે. તેની સાથે જ તમને 150નું સ્વિગીનું વાઉચર મળશે, જેનાથી તમે તમારા પસંદગીનું જમવાનું ઓર્ડર કરી શકશો.


વાઉચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
હવે સવાલ ઉઠે છે કે તમે આ વાઉચર્સનો ઉપયોગ કેવી રીતે કરી શકશો. આ વાઉચર તમારા MyJio એપના એકાઉન્ટમાં જમા થઈ જશે. આ વાઉચરનો ફાયદો ઉઠાવવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.


1. સૌ પ્રથમ MyJio એપ ખોલો અને "Offers" સેક્શન પર જાઓ.
2. અહીં તમે "My winnings" પર ક્લિક કરો.
3. પછી તમે જે વાઉચરનો ઉપયોગ કરવા માંગો છો તેને પસંદ કરો.
4. ત્યારબાદ કૂપન કોડ કોપી કરો.
5. કોડ કોપી કર્યા પછી તમે તે વેબસાઇટ પર જાઓ જ્યાં તમે તેનો ઉપયોગ કરવા માંગો છો.
6. પછી તે સાઇટ પર તમે પેમેન્ટ સમયે આ કોડનો ઉપયોગ કરી શકો છો.


Jio True 5G પ્લાનના ફાયદા
Jio True 5G ₹3,599ના પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાન દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની ઑફર કરે છે. જ્યારે, ₹899 નો બીજો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે અને આમાં યુઝરને 200GB મોબાઈલ ડેટા મળે છે.