My Jio: ક્યારે કેટલાં કોલ કર્યા જાણો એક એપની મદદથી, એક ક્લિક પર રેડી થઈ જશે PDF
હવે દિનપ્રતિદિન ફોન કોલ્સ અને મેસેજનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં જરૂર પુરતો જ ફોનનો ઉપયોગ થતો હતો. હવે કોલિંગ લગભગ ફ્રી થઈ ગયું છે અને ઈન્ટરનેટ પેક પ્રમાણે જ મોબાઈલ સર્વિસ કંપનીઓ તમારી પાસેથી ચાર્જ વસુલે છે. ત્યારે તમે તમારા ફોનથી કોને અને ક્યારે કેટલીવાર કોલ કર્યો છે તેની તમામ ડિઈટેલ માટે મહિનાના બીલની રાહ જોવાની જરૂર નથી. હવે એક ક્લીક પર પીડીએફ ફાઈલ તૈયાર થઈને મળશે.
નવી દિલ્હીઃ આ એપનો ઉપયોગ કરવા તમારે ફક્ત ચોક્કસ સમયગાળો જ જણાવવાનો છે. પીડીએફ ફોર્મેટમાં તમને સમગ્ર સમયગાળાની કૉલ ડિટેઈલ મળી જશે. તમે દિવસ દરમિયાન કે મહિનામાં કેટલા લોકોને કૉલ કર્યા છે, તે જાણવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. એક ક્લિકમાં જ તમે તમામ કૉલની ડિટેઈલ જાણી શકો છો. આ માટે તમારે ફક્ત એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે.
હવે દિનપ્રતિદિન ફોન કોલ્સ અને મેસેજનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં જરૂર પુરતો જ ફોનનો ઉપયોગ થતો હતો. હવે કોલિંગ લગભગ ફ્રી થઈ ગયું છે અને ઈન્ટરનેટ પેક પ્રમાણે જ મોબાઈલ સર્વિસ કંપનીઓ તમારી પાસેથી ચાર્જ વસુલે છે. ત્યારે તમે તમારા ફોનથી કોને અને ક્યારે કેટલીવાર કોલ કર્યો છે તેની તમામ ડિઈટેલ માટે મહિનાના બીલની રાહ જોવાની જરૂર નથી. હવે એક ક્લીક પર પીડીએફ ફાઈલ તૈયાર થઈને મળશે.
ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે, જેમાં ગ્રાહક જાણી શકે છે કે તેણે આખા મહિનામાં કે પછી ચોક્કસ સમયગાળામાં કેટલા લોકોને કૉલ કર્યા છે. કૉલ હિસ્ટ્રી જાણવા માટે તમારે My Jio એપ ડાઉનલોડ કરવાનું છે, ત્યારબાદ તમે સરળતાથી કૉલ હિસ્ટ્રી ડાઉનલોડ કરી શકો છો.
આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ લેવા જરૂરી છે:
1) Jio નંબર પરથી My Jio એપ્લિકેશનમાં લોગ ઈન કરો
2) ત્યારબાદ મેનુમાં જઈને સ્ટેટમેન્ટ પર ટેપ કરો.
3) ડ્યુરેશન પસંદ કરો. જેમાં 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે કસ્ટમ ડેટને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
4) તારીખ પસંદ કર્યા બાદ Email Statement પર ક્લિક કરો અને પોતાનું ઈમેલ આઈડી લખો. આમ કરવાથી તમે માગેલા સમયગાળાની કૉલ હિસ્ટ્રી પીડીએફ ફોર્મેટમાં આવી જશે.