નવી દિલ્હીઃ તેને આધુનિક ટેક્નોલોજી જ સમજો. એક એવી ચિપ તૈયાર થી ચુકી છે જે મગજમાં ગીતોનું લાઇવ સ્ટ્રીમિંગ (live streaming) કરી શકે છે. વિશ્વની સૌથી ધનવાન કાર કંપની ટેલ્સાના સીઈઓ એલન મસ્ક  (Elon Musk)એ આ વાતની પુષ્ટિ કરી છે. તેમની કંપનીએ એક એવી ચિપ તૈયાર કરી લીધી છે, જે મગજની અંદર જ સંગીતની મજા આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ટ્વીટરના જવાબમાં ખોલ્યું રાઝ
હકીકતમાં એલન મસ્કની કંપનીએ ન્યૂરોલિન્ક (Neuralink) નામથી એક બ્રેન ચિપ તૈયાર કરી છે. આમ તો આ પિચ બ્રેન ડિસોર્ડર (Brain disorder)ની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે. પરંતુ પ્રથમવાર તે પણ જણાવવામાં આવ્યું છે કે મગજની સારવારની સાથે ચિપ ઓનલાઇન ગીતનું પણ સ્ટ્રીમિંગ કરી શકે છે. એક ટ્વીટર યૂઝરે એલન મસ્કને પૂછ્યુ કે શુંન્યૂરોલિન્કથી ગીત પણ સાંભળી શકાય છે. તેનો જવાબ મસ્કે હામાં આપ્યો હતો.


જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી 

ઉલ્લેખનીય છે કે એલન મસ્કે થોડા સમય પહેલા જ લોકોને આ ન્યૂરોલિન્ક ચિપ વિશે જણાવ્યું હતું. પરંતુ આ ચિપને બજારમાં લોન્ચ કરવાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કંપનીએ કહ્યુ કે, 28 ઓગસ્ટે એક મોટી જાહેરાત કરી શકે છે.


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube