નવી દિલ્હી: જો તમે Facebook messenger નો ઉપયોગ કરો છો તો હવે તમારા મેસેજ બીજું કોઇ વાંચી શકશે નહી. Facebook messengerમાં એપ લોક નામનું એક એવું ફીચર લોન્ચ કર્યું છે. જેથી યૂઝર્સ પોતાના પ્રાઇવેટ મેસેજને બીજાને વાંચતા રોકી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ લોકની મદદથી પ્રાઇવેટ મેસેજને સારી સુરક્ષા મળશે જેમ કે જો કોઇ તમારી પાસે થોડીવાર માટે તમારો ફોન માંગે છે તો એપ લોકના ઉપયોગથી તમે આ વાતથી નિશ્વિત થઇ શકો છો કે કોઇપણ તમારી ચેત વાંચી શકશે નહી. 


મેસેંજર પ્રાઇવેસી એન્ડ સેફ્ટી, પ્રોડ્ક્ટ મેનેજમેન્ટના નિર્દેશક જે સુલિવનના અનુસાર પ્રાઇવેસીની મેસેંજરમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે, ભલે તે મેસેજની વાત હોય કે પછી વીડિયો ચેટ, કોલ અથવા મેસેંજર રૂમની વાત કેમ ન હોય. 


પ્રાઇવેસી સેટિંગ્સના નવા સેક્શનમાં એપ લોક ઉપલબ્ધ છે જેના હેઠળ મેસેંજર એપને અનલોક કરવા માટે ફિંગરપ્રિંટ અથવા ફેસ ઓથેંટિકેશન જેવી પ્રાઇવેસી સેંટિંગ્સની જરૂર પડશે. સુલિવને જણાવ્યું કે આ ફીચર હાલ આઇફોન અને આઇપેડ માટે ઉપલભ્દ છે અને અને આગામી થોડા મહિનામાં તેને એંડ્રોઇડ માટે લોન્ચ કરવામાં આવશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube