ઝી બ્યૂરો, અમદાવાદઃ ગત વર્ષે TWITTERએ ક્લબહાઉઝની સરખામણીએ ઓડિયો રૂમ સ્પેસેજ ફીચર લોન્ચ કર્યું હતું. કંપનીએ એલાન કર્યું છે કે જે ટ્વિટર યુઝરના 600થી વધુ ફોલોઅર્સ છે, તેઓ સ્પેસેઝને હોસ્ટ કરશે. આ ફીચર એન્ડ્રોઈડ અને IOS બંને ઉપભોક્તાઓ માટે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે TWITTERએ ક્લબહાઉઝની સરખામણીએ ઓડિયો રૂમ સ્પેસેજ ફીચર લોન્ચ કર્યું હતું. કંપનીએ એલાન કર્યું છે કે જે ટ્વિટર યુઝરના 600થી વધુ ફોલોઅર્સ છે, તેઓ સ્પેસેઝને હોસ્ટ કરશે. આ ફીચર ANDROID અને IOS બંને ઉપભોક્તાઓ માટે છે. કંપનીનું કહેવું છે કે 600થી વધુ ફોલોઅર્સવાળા આ ફીચર વધુ સારી રીતે લાભ ઉઠાવવામાં સક્ષમ છે. આગામી સમયમાં આ ફીચરને તમામ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવતા પહેલા લોકોના ફીડબેક, લોકો દ્વારા સર્ચને વધુ શ્રેષ્ઠ બનાવાશે. એટલું જ નહીં, લોકો આ ફીચરને વધુમાં વધુ ઉપયોગ કરે તેને પણ સુનિશ્ચિત કરવામાં આવશે.


TWITTERનું કહેવું છે કે આગામી સમયમાં TIKCETED SPACE FEATURE પણ લોન્ચ કરશે. આગામી થોડા મહિનામાં કેટલાક ગ્રુપ આ સુવિધાનો આનંદ માણી શકશે. હોસ્ટ ટિકીટની સેલથી આવેલા રેવેન્યુને રાખી શકાશે. આનો નાનો ભાગ ટ્વિટર પણ રાખશે.


TWITTER સ્પેસેજ
ટ્વિટર સ્પેસેઝ બિલકુલ ઓડિયો સોશિયલ પ્લેટફોર્મ ક્લબહાઉઝની જેમ કામ કરે છે. TWITTER પર એન્ડ્રોઈડ અને આઈફોન ચલાવતા તમામ લોકો ચેટ રૂમને જોઈન કરી શકશે. એક સ્પેસમાં એક સમયે હોસ્ટ સહિત 11 લોકો બોલી શકે છે.


બટન દેશે આ વિકલ્પ
TWITTER યુઝર પ્રોફાઈલ પર ટિપ જાર રાઈટ પર કામ કરી રહ્યું છે. એક ક્લિક બટન, બેંડકેમ્પ, કેશ એપ, પેટ્રેન, પેપલ અને વેનમોના માધ્યમથી ટિપ કરવા માટે વિકલ્પ આપશે. વોંગે માર્ચમાં ટ્વીટ કર્યું હતું કે ટ્વિટર પોતાના ક્લબહાઉઝ જેવા સોશિયલ ઓડિયો રૂમ સ્પેસ માટે ટિપ જાર ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે ટ્વિટરે ઔપચારિક રીતે ટિપિંગ ફીચરનું એલાન કર્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube