નવી દિલ્હીઃ જો તમે પણ નજીકના ભવિષ્યમાં કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય ગ્રાહકો વચ્ચે હંમેશાથી સેડાન સેગમેન્ટની કારોની ડિમાન્ડ રહી છે. આ સેગમેન્ટમાં મારૂતિ સુઝુકીની ડિઝાયર, હોન્ડા અમેઝ, હોન્ડા સિટી અને હ્યુન્ડઈ વરના જેવી કારો સૌથી વધુ પોપુલર માનવામાં આવે છે. મહત્વનું છે કે ડિઝાયર તો છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ સેગમેન્ટમાં ટોપ પોઝિશન પર રહે છે. હવે આ સેગમેન્ટમાં પોતાનું વેચાણ વધારવા હોન્ડા, મારૂતિ સુઝુકી અને સ્કોડા જેવી કંપનીઓ પોતાની નવી અને ફેસલિફ્ટેડ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ નજીકના ભવિષ્યમાં લોન્ચ થનાર 3 સેડાન કારોના સંભવિત ફીચર્સ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New-Gen Maruti Suzuki Dzire
ભારતમાં  સૌથી વધુ કારનું વેચાણ કરનારી કંપની મારૂતિ સુઝુકી પોતાની સૌથી પોપુલર બેસ્ટ સેલિંગ સેડાન ડિઝાયરના અપડેટેડ વર્ઝનને જલ્દી લોન્ચ કરવાની છે. અપકમિંગ અપડેટેડ મારૂતિ સુઝુકી ડિઝાયરના ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સિવાય કારમાં પાવરટ્રેન તરીકે નવું 1.2 લીટર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન આપવાની સંભાવના છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યાં છે કે અપકમિંગ મારૂતિ સુઝુકી ડિઝાયરને કંપની ચાલૂ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં લોન્ચ કરી શકે છે.


આ પણ વાંચોઃ ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ


New Honda Amaze
પોતાના લોન્ચિંગ બાદથી ભારતીય ગ્રાહકો વચ્ચે હોન્ડા એમેઝ પોપુલર સેડાન કારોમાંથી એક રહી છે. કંપની આવનાર ફેસ્ટિવલ સીઝન દરમિયાન અપડેટેડ થર્ડ જનરેશન હોન્ડા અમેઝને લોન્ચ કરી શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યાં છે કે અપકમિંગ અપડેટેડ હોન્ડા અમેઝના એક્સટીરિયર અને એન્ટીરિયરમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.


New Gen Skoda Octavia
ઓટો સેક્ટરની દિગ્ગજ કાર નિર્માતા કંપની સ્કોડાએ તાજેતરમાં પોતાની પોપુલર સુપર્બને રી-ઈન્ટ્રોડ્યૂસ કરી છે. આ ક્રમમાં કંપની આવનારા મહિનામાં ગ્લોબલ સ્કોડા ઓક્ટેવિયાનું લેટેસ્ટ વર્ઝન ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.  પરંતુ ન્યૂ જનરેશન સ્કોડા ઓક્ટેવિયા વિશે કંપનીએ સત્તાવાર કોઈ જાણકારી આપી નથી.