નવી દિલ્હીઃ સરકાર તરફથી સોમવારે ભીમ યૂપીઆય 2.0 એપ લોન્ચ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિ શંકર પ્રસાદ સ્ટાર્ટઅપ સમિટ આ એપને લોન્ચ કરશે. આ નવી એપમાં ગ્રાહકો માટે વધુ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે દેશમાં તમામ લોકોને ડિજિટલ ચુકવણી સાથે જોડવા માટે આ એપમાં વધુ ભાષાઓ સામેલ કરવામાં આવી ગઈ છે. હાલ ભીમ યૂપીઆય એપમાં 13 ભાષાઓમાં ચુકવણીની સુવિધા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ સાથે જોડાયેલી ખાસ વાતો

નવી એપથી દાન પણ કરી શકશો
મંત્રાલયના એક અધિકારી અનુસાર, નવી ભીમ યૂપીઆય 2.0 એપમાં એક ડોનેશન ગેટવે પણ જોડવામાં આવ્યું છે. આ ફીચરના માધ્યમથી લોકો હવે ભીમ એપથી દાન પણ કરી શકશે. આ સિવાય નવી એપમાં મર્ચન્ટ તરફથી આપવામાં આવતી ઓફર પણ જોવા મળશે. 


2016મા લોન્ચ થઈ હતી ભીમ એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2016મા ભીમ એપ લોન્ચ કરી હતી. આ એપનું સંચાલન નેશન પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ એપમાં અત્યાર સુધી 1 હજાર કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થઈ ચુક્યા છે. દેશમાં યૂપીઆઈના માધ્યમથી સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર