8 વેરિએન્ટ્સમાં લોન્ચ થશે અલ્ટો K10, આટલું પાવરફૂલ હશે એન્જીન, જાણો ખૂબીઓ
મારૂતિ અલ્ટો K10 સ્ટાડર્ડ, સ્ટાડર્ડ (O), LXI, LXI (O), VXI, VXI(O), VXI+ અને VXI+ (O) વેરિએન્ટમાં લોન્ચ થશે. નવી અલ્ટો ફક્ત વેરિએન્ટમાં અલગ નહી પરંતુ સાઇઝ અને ડાઇમેંશનના મામલે પણ અલગ હશે.
મારૂતિ સુઝુકી પોતાની નવી જનરેશન અલ્ટો કાર આ મહિને લોન્ચ કરવાની છે. કંપની આ એન્ટ્રી લેવલ હેચબેક કાર બે અલગ એન્જીન ઓપ્શનમાં લોન્ચ કરશે. K10 માં 1.0 લીટર મોટર પાવરવાળું એન્જીન લાગેલું છે. આ તમામ જાણકારીઓ ઉપરાંત વધુ એક વાત આ નવી જનરેશન મારૂતિ અલ્ટોને લઇને સામે આવી છે. એપ્રૂવલ સર્ટિફિકેટના અનુસાર હવે નવી અલ્ટો 8 વેરિએન્ટમાં લોન્ચ થશે.
ઓટો વેબસાઇટ રશ લેનના અનુસાર મારૂતિ અલ્ટો K10 સ્ટાડર્ડ, સ્ટાડર્ડ (O), LXI, LXI (O), VXI, VXI(O), VXI+ અને VXI+ (O) વેરિએન્ટમાં લોન્ચ થશે. નવી અલ્ટો ફક્ત વેરિએન્ટમાં અલગ નહી પરંતુ સાઇઝ અને ડાઇમેંશનના મામલે પણ અલગ હશે.
ઘરે મોબાઇલ ટાવર લગાવશો તો મળશે 30 લાખ અને 25 હજાર પગાર? જાણો વાયરલ મેસેજની તપાસ
શું થશે કારના નવા ડાઇમેંશન
એપ્રૂવલ સર્ટિફિકેટ દ્રારા સ્પષ્ટ થઇ રહ્યું છે કે નવી અલ્ટોની સાઇઝ જોનીની તુલનામાં અલગ હશે. કારની લંબાઇ 3530mm, પહોળાઇ 1490mm અને ઉંચાઇમાં 1520mm હશે. આ ઉપરાંત વ્હીલબેસની વાત કરીએ તો 2380mm હશે. અલ્ટો કારનું કુલ વજન 1150 કિલોગ્રામ છે. અલ્ટો K10 માં 998CC નું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5 હજાર RPM પર 66 BHP ની તાકાત જનરેટ કરશે. આ એન્જીન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વર્જનમાં મળશે. બંને જ 5 સ્પીડ ફેરની સાથે હશે.
ક્યારે ઉઠશે પડદો?
અત્યાર સુધીની જાણકારી અનુસાર મારૂતિ સુઝુકી નેકસ્ટ જનરેશન અલ્ટોને 18 ઓગસ્ટના રોજ દેશ સ્મક્ષ રજૂ કરવામાં આવશે. કંપની 18 ઓગસ્ટના રોજ આ કારની વધુ જાણકારીઓ રજૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube