નવી દિલ્હી: જો તમે ઓછા બજેટમાં એક શાનદાર સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો રાહ જુઓ. HMD Global ખૂબ જલદી દેશમાં Nokia 2.4 સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે આ એક ઓછી કિંમતવાળો બજેટ સ્માર્ટફોન છે. સપ્ટેમ્બર મહિનામાં જ કંપનીએ આ હેન્ડસેટને ગ્લોબલી લોન્ચ કર્યો, ભારતમાં તેને લોન્ચ કરવાને લઇને કંઇ કહ્યું ન હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું  હશે કીંમત
ટેક સાઇટ માયસ્માર્ટપ્રાઇઝના અનુસાર નોકીય 2.4 નવેમ્બરના અંતમાં ભારતમાં લોન્ચ થશે. નોકીયાએ આ ફોનને 119 યૂરો (લગભગ 10,400 રૂપિયામાં) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. એટલે કે ભારતમાં પણ ફોનને 10 હજાર રૂપિયાની આસપાસ રજૂ કરવામાં આવી શકે છે. ફોન ડસ્ક જોર્ડ અને ચારકોલ કલરમાં આવે છે. 


જાણો Nokia 2.4 ના સ્પેસિફિકેશન્સ
નોકીયા 2.4ના રિયર પેનલ પર ગ્લોશી ફિનિશ આપવામાં આવી છે. આ પ્લાસ્ટિકનો બનેલો છો. ફોનમાં એલઇડી ફ્લેશ સાથે રિયર પર ડ્યૂલ કેમેરા વર્ટિકલી હાજર છે. તેની નીચે ફિંગરપ્રિંટ સેન્સર અને નોકીયા બ્રાંડીંગ છે. હેન્ડસેટના ફ્રન્ટ પેનલ પર વોટરડ્રોપ નોચ છે જેમાં ફ્રન્ટ કેમેરા છે. નીચેની તરફ આગળ પણ નોકીયા બ્રાંડીગ આપવામાં આવી છે. 


સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો નોકીયા 2.4માં 6.5 ઇંચ એચડી+ડિસ્પ્લે જેનું રિઝોલ્યૂવેશન 720 x 1600 પિક્સલ છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20:09 છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે IMG PowerVR GE8320 જીપીયૂ છે. હેન્ડસેટમાં 2જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ ઓપ્શન મળે છે. 


કંપની આ નવા સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા આપી રહી છે. સાથે જ નોકીયા 2.4 એંડ્રોઇડ 10 પર કામ કરે છે અને તેમાં 4500mAh આપવામાં આવી છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube