Nokia Mobile Phones: સ્માર્ટફોન નિર્માતા કંપની Nokia પોતાના ફ્રેન્સ માટે એક ગીફ્ટ લઈને આવ્યું છે. આ કંપનીનો લોકપ્રિય સ્માર્ટફોન Nokia 3210 ને પાછો બજારમાં ઉતારવામાં આવ્યો છે. નોકિયા ફોન બનાવનાર HMD ગ્લોબલ આ ફોનને લઈને પાછી ફરી છે. પરંતુ હવે આ સ્માર્ટફોન નવા જમાનાની સાથે નવા રંગરૂપ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ વખતે યૂટ્યૂબ, યૂપીઆઈ પેમેન્ટ જેવી ઘણી નવી ચીજો સામેલ કરવામાં આવી છે. આ ફોનમાં 2.4 ઈંચની સ્ક્રીન છે અને Unisoc T107 પ્રોસેસરથી ચાલે છે. આવો તમને નોકિયાના નવા સ્માર્ટફોન વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia 3210 4Gની કિંમત અને ક્યા મળશે?
નવો Nokia 3210 4Gની કિંમત 3,999 રૂપિયા છે. તમે તેણે HMDની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન જેવી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પરથી ખરીદી શકો છો.
 
Nokia 3210 4Gના સ્પેસિફિકેશન્સ

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો  Nokia 3210 4G ત્રણ કલર ઓપ્શન્સમાં આવે છે. તેમાં ગ્રંગ બ્લેક, Y2K ગોલ્ડ અને સ્કૂબા બ્લૂ કલરમાં સામેલ છે. આ ફોનમાં તે જ જૂનું કીબોર્ડ છે, જેના પર અક્ષરોની સાથે નંબર હતા અને સાથે પોપુલર ગેમ "Snake" તો ખરી જ... આ ગેમ યૂઝર્સની પહેલી પસંદ બની હતી. આ મોબાઈલ ફોન 4G કનેક્ટિવિટી અને 2.4 ઈંચની TFT LCD સ્ક્રીનની સાથે આવે છે જેનું રિઝોલ્યુશન QVGA છે.


આ ફોનમાં Unisoc T107 ચિપસેટ છે. સાથે 64MB રેમ અને 128MB સ્ટોરેજ છે. તમે સ્ટોરેજને 32GB સુધી માઈક્રોએસડી કાર્ડ મારફતે વધારી શકો છો. આ ફોન મોસમ અને ન્યૂઝ પણ દેખાડે છે. તેમાં યૂટ્યૂબ, યૂટ્યૂબ શોર્ટ્સ, ન્યૂઝ વગેરે સામેલ છે. સાથે આ ફોનમાં UPI પેમેન્ટ કરવાની સુવિધા પણ છે.


કેમેરા સેટઅપ મામલામાં Nokia 3210 4Gમાં ફોટો પાડવા માટે 2MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરાની સાથે LED ફ્લેશ પણ છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં Bluetooth 5.0, 3.5mmનો હેડફોન જેક અને FM રેડિયો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં 1450 mAhની રિમૂવેબલ બેટરી છે જે USB-C ચાર્જિંગને સપોર્ટ કરે છે.