નવી દિલ્હીઃ HMD Globalએ મંગળવારે ભારતમાં પોતાના ચાર નવા હેન્ડસેટ લોન્ચ કરી દીધા છે. ફિનલેન્ડની કંપનીએ દેશમાં નોકિયા બ્રાન્ડ હેઠળ Nokia 5.3, Nokia C3, Nokia 125 અને Nokia 150 બજારમાં ઉતાર્યા છે. નોકિયા 5.3 અને નોકિયા C3 જ્યાં સ્માર્ટફોન છે તો નોકિયા 150 અનો નોકિયા 125 ફીચર ફોન કેટેગરીમાં આવે છે. કંપનીનો દાવો છે કે નોકિયા સી3 સૌથી પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આવો જાણીએ નોકિયા 5.3 અને નોકિયા સી3ની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia 5.3 અને Nokia C3: કિંમત તથા ઉપલબ્ધતા
નોકિયા 5.3ના 4 જીબી રેમ તથા 64 જીબી વેરિયન્ટની કિંમત 13,999 રૂપિયા જ્યારે 6 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 15,499 રૂપિયા છે. નોકિયાનો આ હેન્ડસેટ સ્યાન, સેન્ડ અને ચારકોલ કલરમાં આવે છે. તેનું વેચાણ 1 સપ્ટેમ્બરથી દેશમાં શરૂ થશે. ફોન માટે 25 ઓગસ્ટ એટલે કે આજથી પ્રી-બુકિંગ થઈ શકશે. 


તો નોકિયા સી3ના 2 જીબી રેમ તથા 16 જીબી સ્ટોરેજને 7499 રૂપિયા જ્યારે 3 જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજની કિંમત 8999 રૂપિયા રાખવામાં આવી છે. નોકિયા સી3 નોર્ડિક બ્લૂ તથા સેન્ડ કલરમાં આવે છે. તેનું વેચાણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફોનનું પ્રી-બુકિંગ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. 


Nokia 5.3: સ્પેસિફિકેશન્સ
નોકિયાના આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચ એચડી+ (1600x720 પિક્સલ) સ્ક્રીન છે. સ્ક્રીન પર વોટરડ્રોપ નોચ છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. રેમ 4 જીબી તથા 6 જીબી છે. ઇનબિલ્ટ સ્ટોરેજ માટે 64 જીબીનો વિકલ્પ મળે છે. માઇક્રોએસટી કાર્ડ દ્વારા સ્ટોરેજને 512 જીબી સુધી વધારી શકાય છે. 


આજે ભારતમાં લોન્ચ થશે Oppo A53 2020, જાણો કિંમત અને ખાસિયતો


ફોટોગ્રાફી માટે નોકિયાના આ સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં અપર્ચર એફ/1.8ની સાથે 13 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. રિયર કેમેરા નાઇટ મોડ, પોટ્રેટ મોડ વગેરે સપોર્ટ કરે છે. યૂઝરોને સેલ્ફી માટે અપર્ચર એફ/2.2ની સાથે 8 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર મળે છે. 


Nokia C3: સ્પેસિફિકેશન્સ
કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નોકિયાના આ નવા હેન્ડસેટમાં 5.99 ઇંચ HD+ Screen અને એંડ્રોઇડ 10 (Android 10) જેવી ખૂબીઓ છેલ ફોન નોર્ડિક બ્લૂ અને ગોલ્ડ સેન્ડ કલરમાં મળશે. નોકિયાનાઅ આ ફોનમાં રિયર ફિંગરપ્રિંટ સેન્સર (Fingerprint Sensor) આપવામાં આવ્યું છે. ફોનમાં કિનારે એક Xpress બટન છે જેના વડે ગૂગલ આસિસ્ટેટ (Google Assistance) એક્ટિવ કરવામાં આવે છે. અથવા પછી તેના પર ડબલ ક્લિક અથવા લોન્ગ-પ્રેસ કરી કોઇ બીજી એપ ખોલી શકાય છે. 


પ્રોસેસર પણ દમદાર
કંપની એટલી ઓછી કિંમતમાં 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર Unisoc SC9863A પ્રોસેસર આપી રહી છે. ફોનમાં ગ્રાફિક્સ માટે IMG8322 GPU આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝડપી કામ માટે તેમાં 3GB RAM પણ આપવામાં આવી છે. આ ફોનમાં તમને 32જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ મળશે. એક MicroSD કાર્ડની મદદથી 400 જીબી સુધી વધારી શકાશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube