Nokia એ પોતાનો મિડરેન્જ 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, ફોનના ફિચર્સ જોઈને ખુશ થઈ જશે દિલ!
આ ફોનમાં 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને મેમરી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 48MPનો પ્રાઈમરી કેમેરો, 5MP અલ્ટ્રાવાઈડ એંગલ કેમેરો, 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો લેન્ આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16MP ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Nokiaએ પોતાનો મિડરેન્જ 5G સ્માર્ટફોન X100ને અમેરિકામાં લોન્ચ કર્યો. આ નોકિયા બ્રાંડ HMD ગ્લોબલ તરફથી નવો 5G ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના સ્પેસિફિકેશન્સ થોડા ઘણા Nokia X10 સાથે મળતા આવે છે. આ ફોનમાં શું છે ખાસ આવો જાણીએ સમગ્ર વિગત. Nokia X100 6GB+128GBની કિંમત 18,700 રૂપિયા રાખવામાં આવી શકે. જો કે નોકિયાની વેબસાઈટ પર કિંમત દર્શાવાઈ નથી. આ ફોનને મિડનાઈટ બ્લુ કલર ઓપશનમાં રજૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકો આ સ્માર્ટફોનને 19 નવેમ્બરથી ખરીદી શક્શે. ભારતમાં આ ફોનના લોન્ચિંગને લઈ હજુ કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Nokia X100ના સ્પેસિફિકેશન્સ- Nokiaનો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 પર ચાલે છે. ફોનમાં 6.67 ઈંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને મેમરી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 48MPનો પ્રાઈમરી કેમેરો, 5MP અલ્ટ્રાવાઈડ એંગલ કેમેરો, 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો લેન્ આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16MP ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. Nokia X100માં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટુથ V.5.1, FM Radio, NFC, GPS/ A-GPS, Wi-Fi 802.11 b/g/n/ac, USB Type-C, USB OTG અને એક 3.5mmનું હેડફોન જેક આપવામાં આવ્યું છે. ફોનમાં 4470mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.