નોકિયા બ્રાંડ નામથી સ્માર્ટફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે ગત વર્ષે ઓગસ્ટમાં નોકિયા 6.1 પ્લસ સ્માર્ટફોન ફરીથી લોન્ચ કર્યો હતો અને આ ફોનને 6GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. 6GB રેમની સાથે નોકિયા 6.1 પ્લસની કિંમત 18.499 રૂપિયા છે. મૂળ કંપની એચએમડી ગ્લોબલે જાહેરાત કરી છે કે લોકપ્રિય બજેટ સેગમેંટનો આ સ્માર્ટફોન એક નવું એડિશન છે અને હાલ તેને વેબસાઇટ પર રાખવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે હાલ આ ઓફલાઇન અથવા અન્ય સ્ત્રોત પર ઉપલબ્ધ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત રેમમાં કર્યો ફેરફાર
નોકિયા 6.1 પ્લસના નવા વેરિએન્ટમાં એકમાત્ર ફેરફાર રેમમાં કરવામાં આવ્યો છે, બાકી ફિચર્સ સમાન છે. કંપનીએ આ સ્માર્ટફોનને Xiaomi Redmi Note 5 Pro અને Asus ZenFone Max Pro M1 ની સાથે પ્રતિસ્પર્ધા માટે બજારમાં ઉતાર્યો હતો. જૂના વેરિએન્ટની કિંમતમાં તાજેતરમાં જ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેની કિંમત 15,999 રૂપિયાથી ઘટાડીને 14,999 રૂપિયા છે. બીજીઆરના સમાચાર અનુસાર સ્માર્ટફોન, બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે પરંતુ નવો 6GB રેમ વેરિએન્ટ ફક્ત બ્લેક અને બ્લૂ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.


ફોટો સાભાર: બીજીઆર​
નોકિયા 6.1 પ્લસના સ્પેસિફિકેશન્સ

નોકિયા 6.1 પ્લસ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 636 SoC થી ચાલનાર સ્માર્ટફોન છે. તેમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 5.8 ઇંચની ફૂલએચડી+ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080 × 2280 પિક્સલ અને 19:9 આસ્પેક્ટ રેશિયો છે. ફોટો માટે, નોકિયા 6.1 પ્લસમાં એક ડબલ લેંસ રિયર કેમેરા છે, જેમાં 16 મેગાપિક્સલ સેંસર અને 5 મેગાપિક્સલ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 16 મેગાપિક્સલનો કેમેરો છે. ગ્લાસ બોડી અને મેટેલિક ફ્રેમની સાથે નોકિયા 6.1 પ્લ્સમાં બધી આધુનિક કનેક્ટિવિટી વિકલ્પ છે અને તેમાં 3,060mAh ની બેટરી લાગેલી છે.