નવી દિલ્હી: મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC-2019) નો આગાઝ થઇ ચૂક્યો છે. દુનિયાભરના સ્માર્ટફોન મેકર કંપનીઓ આ ઇવેંટમાં પોતાના નવા મોડલને લોન્ચ કરી શકે છે. આ વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં 5G સ્માર્ટફોન, ફોલ્ડેબલ સ્માર્ટફોન સહિત ઘણા સારા ફોન લોન્ચ કરવાના છે. આ કાર્યક્રમમાં Nokia એ મોસ્ટ અવેટેડ Nokia 9 PureView ને લોન્ચ કર્યો છે જેમાં 5 કેમેરા લાગેલા છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં 5 રિયર કેમેરાનો ઉપયોગ કર્યો છે. તેની કિંમત લગભગ 50000 રૂપિયાની આસપાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફીચર
પાંચ કેમેરા ZEISS થી સર્ટિફાઇડ છે. પાંચ કેમેરા 12 મેગાપિક્સલના છે. તેમાં ત્રણ મોનોક્રોમેટિક લેંસ છે અને બે RGB લેંસ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 


સ્પેસિફિકેશન
તેની ડિસ્પ્લે 5.99 ઇંચની pOLED QHD છે. આ ફોનમાં Qualcomm’s Snapdragon 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેમ 6 જીબી અને ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. આ ઉપરાંત ફિંગર પ્રિંટ સેંસર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં Qi વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમની સુવિધા પણ છે.


આ ઇવેંટમાં Nokia એ પાંચ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Nokia 9 PureView ઉપરાંત આ ઇવેન્ટમાં Nokia 210, Nokia 1 Plus, Nokia 3.2, Nokia 4.2 પણ લોન્ચ કરવામાં આવ્યા છે. પાંચ ફોન અલગ-અલગ પ્રાઇસ સેગમેંટમાં છે. Nokia 210 ની કિંમત 2500ની આસપાસ છે. Nokia 1 Plus ની કિંમત લગભગ 7000 રૂપિયા છે. Nokia 3.2 ની કિંમત લગભગ 10000 રૂપિયા છે.