નવી દિલ્હીઃ નોકિયાના નવા બજેટ સ્માર્ટફોન Nokia G20 ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. જલદી આ ફોન સેલ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ ફોનનું પ્રી-બુકિંગ એમેઝોન ઈન્ડિયા પર શરૂ થવાનું છે. એમેઝોન ઈન્ડિયા પર લાઇવ થયેલા એક માઇક્રોસોફ્ટ અનુસાર યૂઝર નોકિયા G20 ને 7 જુલાઈ બપોરે 12 કલાકથી પ્રી-બુકિંગ કરી શકે છે. 48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકિયા G20 ના ફીચર અને સ્પેસિફિકેશન્સ
ફોનમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇન અને 20:9 ના આસ્પેક્ટ રેશિયોની સાથે 6.5 ઇંચની એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના બોટમમાં છિક ચિન આપવામાં આવી છે. આ ફોન બે વેરિએન્ટ 4જીબી રેમ+64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4જીબી રેમ+ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. 


પ્રોસેસર તરીકે આ ફોનમાં તમને મીડિયાટેક હીલિયો G25 SoC ચિપસેટ જોવા મળશે. 512જીબી સુધી માઇક્રો એસડી કાર્ડ સપોર્ટવાળા આ ફોનમાં ફોટોગ્રાફી માટે એલઈડી ફ્લેશની સાથે ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 


તેમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 5 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. 


ફોનને પાવર આપવા માટે તેમાં 5,050mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ઓએસની જ્યાં સુધી વાત છે તો આ ફોન એન્ડ્રોઇડ 11 આઉટ-ઓફ-ધ-બોક્સ પર કામ કરે છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેમ્સરથી લેસ આ ફોન નાઇટ અને ગ્લેશિયર કલર ઓપ્શનમાં આવે છે.