Nokia નો મોટો ધમાકો, 50MP કેમેરા સાથે લોન્ચ થશે શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ
રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં કંપની 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે ઓફર કરી શકે છે. થોડા દિવસ પહેલા આ ફોન FCC સર્ટિફિકેશન પર પણ જોવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ નોકિયાના સ્માર્ટફોન બનાવનારી કંપની HMD Global આજકાલ નવા હેન્ડસેટ- Nokia G21 ને લોન્ચ કરવામાં લાગી છે. આ ફોનને કંપની પાછલા વર્ષે લોન્ચ થયેલા Nokia G20 ના સક્સેસર તરીકે લોન્ચ કરી શકે છે. ફોનની લોન્ચ ડેટ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ આ વચ્ચે અપકમિંગ ફોન બેંચમાર્કિંગ વેબસાઇટ ગીકબેંચ પર લિસ્ટ થઈ ગયો છે. આ લિસ્ટિંગથી નોકિયા G21 ના ખાસ ફીચર અને સ્પેસિફિકેશન વિશે ખુબ માહિતી મળી ગઈ છે. આવો જાણીએ ડીટેલ..
ગીકબેંચ લિસ્ટિંગ અનુસાર ફોનમાં કંપની 1.61GHz ની બેસ ફ્રીક્વેન્સીની સાથે Unisoc પ્રોસેસર આપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોસેસર Unisoc T606 હોઈ શકે છે. આ ફોન 4જીબીની રેમથી લેસ છે અને એન્ડ્રોયડ 11 પર કામ કરે છે. ગીકબેંચની સિંગલ-કોર ટેસ્ટમાં આ ફોનમાં 312 અને મલ્ટી-કોર ટેસ્ટમાં 1157 પોઈન્ટ મળ્યા છે.
આ પણ વાંચોઃ જબરદસ્ત રિચાર્જ પ્લાન, દરરોજ 2.5GB ડેટાની સાથે કોલિંગ અને એમેઝોન પ્રાઇમ વીડિયો ફ્રી
નોકિયા G21 માં મળી શકે છે આ ફીચર્સ
રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં કંપની 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે ઓફર કરી શકે છે. થોડા દિવસ પહેલા આ ફોન FCC સર્ટિફિકેશન પર પણ જોવામાં આવ્યો હતો, જેમાં તેના ફોટો પણ હતા. ફોટો જોઈને કહી શકાય કે આ ફોન ટિયરડ્રોપ નોચ ડિસ્પ્લે સાથે આવશે.
ફોનમાં આપવામાં આવતી આ ડિસ્પ્લે એચડી+રેઝોલૂશન અને 20:9 ના આસ્પેક્ટ રેશિયો સાથે આવી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી લેન્સની સાથે બે મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળવાની આશા છે.
આ પણ વાંચોઃ Union Budget 2022: ભારતીય નાગરિકોને મળશે E-Passports! જાણો શું છે આ અને કઈ રીતે કરે છે કામ
નોકિયા G21 4 જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. બેટરીની વાત કરીએ તો ફોનમાં કંપની 5000mAh ની બેટરી આપી શકે છે, જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોન બ્લેક અને ડસ્ક કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે. ફોનની કિંમત વિશે હજુ માહિતી સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube