નવી દિલ્હી: Nokia કંપનીએ Wired Buds WB 101 લોન્ચ કર્યા છે. આ સાથે નોકિયા લાઈટ ઈયરબડ્સ BH-205 પણ લોન્ચ કર્યા છે. નોકિયા વાયર્ડ બડ્સ WB 101 ઓડિયો જેક અને કેબલ ક્લિપ સાથે ટેંગલ ફ્રી કેબલ સાથે આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia Wired Buds WB 101ના સ્પેસિફિકેશન્સ
નોકિયાના નવા વાયર્ડ ઈયરબડ્સ એન્ગ્યુલર ડિઝાઈન સાથે આવે છે. તેમાં 10mm ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. ડ્યુરેબિલિટી  માટે આ ઈયરબડ્સમાં ટેંગલ ફ્રી કેબલ અને 135 ડિગ્રી એંગલ સાથે ઓડિયો જેક આપવામાં આવ્યો છે.



આ ડિવાઈસમાં વૉઇસ કૉલ્સ માટે ઈન-લાઈન માઈક્રોફોન પણ છે. જેની મદદથી મ્યુઝિક પ્લેબેકને પણ કંટ્રોલ કરી શકાય છે. HMD ગ્લોબલે જાહેર કર્યું છે કે Nokia Wired Buds WB 101 વૉઇસ કમાન્ડ માટે એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને સિરીને સપોર્ટ કરે છે.


આ વાયર્ડ ઈયરબડ્સ પેસિવ નોઇઝ આઈસોલેશન સાથે આવે છે. તેમાં એક ક્લિપ પણ છે જે મુવમેન્ટના સમયે ઈયરફોનને સુરક્ષિત કરે છે.


Nokia Wired Buds WB 101ની કિંમત
Nokia Wired Buds WB 101ની કિંમત ભારતમાં 299 રૂપિયા રાખવામાં આવી છે. આ ઈયરફોનને ચાર કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. તમે તેને કાળા, સફેદ, લાલ અને બ્લુ કલરમાં ખરીદી શકો છો. નોકિયા લાઈટ ઇયરબડ્સ માત્ર ક્લાસિક ચારકોલ કલર વિકલ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.



નોકિયા વાયર્ડ બડ્સ WB 101 નોકિયાની વેબસાઇટ, ઈ-કોમર્સ સાઈટ અને ઑફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતમાં Nokia Lite Earbudsની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube