PUBG સિવાય Ludo પર પણ પ્રતિબંધ, લિસ્ટમાં સામેલ છે પોપ્યુલર એપ્સ
એકવાર ફરી ભારત સરકાર તરફથી 118 એપ્સ બેન કરી દેવામાં આવી છે. આ એપને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે અને તેમાં સૌથી મોટુ નામ PUBG Mobileનું છે. આ ગેમના લાઇટ વર્ઝનને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ વિદેશી એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો યતાવત છે અને એકવાર ફરી ભારત સરકાર તરફથી 118 એપ્સ બેન કરી દેવામાં આવી છે. આ એપને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે અને તેમાં સૌથી મોટુ નામ PUBG Mobileનું છે. આ ગેમના લાઇટ વર્ઝનને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. માત્ર PUBG જ નહીં,
Ludo All Star અને Ludo World- Ludo SuperStar જેવી એપ પણ લિસ્ટમાં સામેલ છે.
સરકારે એપ પર પ્રતિબંધ લગાવનારા આદેશમાં જણાવ્યું કે, આ એપ તરફથી કલેક્ટ અને શેર કરવામાં આવી રહેલ ડેટા, યૂઝરની સાથે-સાથે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. બેન કરવામાં આવેલી 118 એપમાં ઘણા જાણીતા નામ સામેલ છે. લોકડાઉન દરમિયાન પોપ્યુલર થયેલ લૂડો અને કેરમ જેવી ગેમ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લિસ્ટમાં Ludo All Star અને Ludo World- Ludo SuperStar સિવાય Chess Rush અને Carrom Friends પણ સામેલ છે.
Tencentનો મોટો યૂઝરબેઝ
પ્રતિબંધ લગાવવામાં આવેલી એપમાં ચાઇનીઝ કંપની APUSની અડધા ડઝન કરતા વધુ એપ સામેલ છે. આ સિવાય ચાઇનીઝ ઇન્ટરનેટ કંપની Baidu ની એપ પણ બેન કરી દેવામાં આવી છે. PUBG મોબાઇલ સાથે જોડાયેલી Tencentનો ચાઇના અને ભારતમાં મોટો યૂઝરબેઝ છે અને PUBG Mobile સિવાય આ કંપનીની Tencent Weiyun જેવી એપને પણ બેન કરી દેવામાં આવી છે. WeChatના પાછલા બેનમાં બચેલી એપ્સ (જેમ કે WeChat Work) પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સરકારની મોટી કાર્યવાહી, પબજી સહિત ચીનની વધુ 118 એપ પર લગાવ્યો પ્રતિબંધ
ચાઇનીઝ ચેટિંગ એપને બાયબાય
SuperClean ક્લીનર અને ફોન બૂસ્ટરથી લઈને Applock અને AppVault જેવી યૂટિલિટિ એપને પણ બ્લોક કરી દેવામાં આવી છે. ZAKZAKના ચેટિંગ અને વીડિયો સ્ટ્રીમિંગ એપને પણ ભારતીય યૂઝર વાપસી શકશે નહીં. MV Master વીડિયો અને ફોટો એડિટિંગ ટૂલ સિવાય ડેટિંગ એપ Tantan અને Alipay સાથે જોડાયેલી એપને પણ રજા આપી દેવામાં આવી છે. પોપ્યુલર LivU ચેટિંગ એપ પણ હવે ભારતમાં વાપરી શકાશે નહીં.
શાઓમીની આ એપ પર પણ પ્રતિબંધ
લાખો યૂઝર વાળી U-Dictionary એપને પણ બેન કરી દેવામાં આવી છે. આ સિવાય ચીન સાથે જોડાયેલ Sina News અને Netease News જેવી એપ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધ લગાવવામાં આવેલી મોટી એપનું ચીનના ડેવલોપર અને કંપનીઓ સાથે કનેક્શન છે અને સરકાર યૂઝરોના ડેટાની સુરક્ષાને લઈને એલર્ટ છે. Beauty Camera Plusથી લઈને Parallel Space અને ShareSave by Xiaomi જેવી પોપ્લુલર એપ પણ આ લિસ્ટમાં સામેલ છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube